________________
કથાશાસ્ત્ર ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ)
૧૮૩
-
કરી લે છે અને જીવનમાં પૂર્ણ સરલ, નમ્ર અને શાંત બની સંયમ તપની આરાધનામાં મગ્ન બની જાય છે, તેને જ સાચો બુદ્ધિશાળી સમજવો જોઈએ.
- જીવનની અંતિમ ક્ષણો સુધી જે ધન કે પરિવારાદિમાં ફસાયેલો રહે છે, કષાયોથી મુક્ત થઈ સરલ-શાંત બનતો નથી તેને આગમની ભાષામાં બાલ(અજ્ઞાની) જીવ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને મૂર્ખ કહેવાય છે. કારણ કે તે મનુષ્યભવરૂપી આધ્યાત્મિક સંપત્તિને ગુમાવી નરક, તિર્યંચ ગતિના દુઃખોનો મહેમાન બની જાય છે.
માટે જ, પ્રત્યેક માનવે અમૂલ્ય એવા મનુષ્ય ભવને પામીને નિપ્રયોજન પ્રવૃત્તિને ટાળી સંયમ, વ્રત, ત્યાગ અને ધર્મમાં અવશ્ય પ્રયત્નશીલ થવું જોઈએ. | વર્ગ - ૩ઃ પુપિકા @
અધ્યયન - ૧ઃ ચંદ્ર દેવ પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારના જીવોનું વર્ણન છે, જયારે આ ત્રીજા વર્ગમાં દશ અધ્યયનોમાં જુદા જુદા દશ જીવોનું વર્ણન છે. માટે તેનું નામ પુષ્પિકા રાખવામાં આવ્યું છે. પૂર્વભવઃ શ્રાવસ્તી નગરીમાં અંગજીત નામનો ધનસંપન્ન વણિક રહેતો હતો. અનેક લોકોનો તે આલંબનભૂત, આધારભૂત અને ચશુભૂત અને માર્ગદર્શક હતો.
એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગજીત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. દેશના સાંભળી સંસારથી વિરક્ત થયા. પુત્રને કુટુંબનો ભાર સોંપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યાઓ કરી, પંદર દિવસના સંથારા સહ કાળ કરી ચંદ્ર વિમાનમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં થોડી ઉણપ રહેવાથી વિરાધક થયા. ચંદ્ર દેવનું મનુષ્ય લોકમાં આગમન – દૈવિક સુખોને ભોગવતા થકા ચંદ્રદેવે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂક્યો. જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન મહાવીર સ્વામીને જોયા. સપરિવાર ભગવાનના દર્શન કરવા આવ્યા. જતી વખતે બત્રીસ પ્રકારની નાટ્યવિધિ અને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. તેના ગયા બાદ ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વભવનું કથન કર્યું.
વર્તમાનમાં આપણે ચંદ્રવિમાન જોઈએ છીએ તેમાં આ અંગજીતનો જીવ ઈરૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી (દેવી) છે. સોળ હજાર આત્મરક્ષક દેવ આદિ વિશાળ પરિવાર છે. વૈજ્ઞાનિક ભ્રમ :- આજના વૈજ્ઞાનિકો આ ચંદ્રવિમાનમાં ન પહોંચતાં પોતાની કલ્પના અનુસાર અન્યાન્ય પર્વતીય સ્થાનોમાં જ પરિભ્રમણ કરે છે. કારણ કે જયોતિષરાજ ચંદ્રનું વિમાન રત્નોથી નિર્મિત છે અને અનેક દેવોથી સુરક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
ww.jainelibrary.org