________________
૧૮૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
જયારે વૈજ્ઞાનિકો પોતાના કલ્પિત સ્થાનમાં માટી કે પત્થર સિવાય કંઈજ મેળવી શક્યા નથી.
અંગજીત મુનિએ સંયમની વિરાધના કેવી રીતે કરી તેનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રમાં નથી પરંતુ વિરાધના કરવાનો સંકેતમાત્ર છે.
અધ્યયન - ર : સૂર્ય દેવ
પૂર્વભવઃ- શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગજીત સમાન જાણવું. અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધનાદિ પ્રથમ અધ્યયન સમાન જ છે. પાર્શ્વનાથ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી અને જ્યોતિષે સુર્યદેવ થયા. ચંદ્રદેવની જેમ તેઓ પણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં દર્શન કરવા ઉપસ્થિત થયા; તેમજ પોતાની ઋદ્ધિ અને નૃત્યકળાનું પ્રદર્શન કર્યું
- આ ચંદ્ર અને સૂર્ય બને જ્યોતિષેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે.
વૈજ્ઞાનિકો સૂર્યના રત્નમય વિમાનને અગ્નિનો ગોળો સમજે છે. પણ આ માત્ર તેમની કલ્પનાનો ભ્રમ છે. કારણ કે કોઈપણ વૈજ્ઞાનિક સૂર્યના નજીક જઈને
ક્યારે ય તેને જોયું નથી. તેથી તે તેઓની કલ્પના કરેલી છે આ સત્ય વાત છે. જૈન સિદ્ધાંતમાં તેને રત્નોનું વિમાન કહ્યું છે. જે જ્યોતિષેન્દ્ર સૂર્યદેવના સંપૂર્ણ પરિવારનું નિવાસ સ્થાન અને જન્મસ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે, નિવાસ કરે છે. આ જેબૂદ્વીપમાં ભ્રમણ કરનારા સૂર્યના વિમાન છે. બે સૂર્ય અને બે ચંદ્રના વિમાન જેબૂદ્વીપમાં ભ્રમણ કરે છે. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્યવિમાન ભ્રમણ કરે છે. અઢી દ્વીપથી બહાર અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય પોતપોતાના સ્થાન પર સ્થિર છે.
.
.
..
'અશ્ચયન - ૩: શુટ મહાગ્રહ)
પૂર્વભવ – વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. એક વખત તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. સોમિલ બ્રાહ્મણને ખબર પડતાં અનેક પ્રશ્નોનું સમાધાન કરવા તે પ્રભુ સમીપે ગયો. પ્રભુએ શંકાનું સમાધાન કર્યું. સંતોષ પામી તેણે જૈન ધર્મ અને શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો.
કાળક્રમે તે સંત સમાગમની ઉણપને કારણે સોમિલ શ્રાવક ધર્મ પ્રત્યે શિથિલ થઈ ગયો અને તેને અનેક પ્રકારના ઉધાન બનાવવાની ઇચ્છા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org