________________
૧૦૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
િ
ઉપાંગ સૂત્ર (નિરયાવલિકા વર્ગ પંચક)
) D
સૂત્ર પરિચય – આ આગમ બાર અંગસૂત્રોથી ભિન્ન એટલે અંગ બાહા કાલિક સૂત્ર છે. આ સૂત્રનું નામ 'ઉપાંગ સૂત્ર' છે; જે તેની પ્રારંભિક ભૂમિકારૂપ મૂળ પાઠથી જ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યથા- સમજે નવિ સંપત્તિમાં સર્વ વI પત્તા, તંગદી-નિરાવરિયાળો ગીવ વખ્રિસાળો, છતાં પણ કાળ ક્રમથી તેનું નામ “નિરયાવલિકા' પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત એક સૂત્રના પાંચ વર્ગને પાંચ સૂત્ર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે.
હકીકતમાં આ “ઉપાંગસૂત્ર' નામનું આગમ છે. તેની રચના કયારે થઈ, કોણે કરી તે અજ્ઞાત છે. છતાં પણ તેના રચયિતા પૂર્વધર બહુશ્રુત છે, તે નિઃસંદેહ છે. કારણકે નંદીસૂત્રની આગમ સૂચિમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપાંગસૂત્ર નું એક જ શ્રુતસ્કંધ છે. તેના પાંચ વર્ગ છે. પાંચ વર્ગના કુલ બાવન અધ્યયન છે. પાંચે વર્ગના નામનું સ્પષ્ટીકરણ કરતાં પ્રારંભની ઉત્થાનિકામાં તેના જે નામો કહ્યા છે, તે વર્ગના નામને જ સૂત્ર કહેવામાં આવ્યા છે. પરંપરાએ લિપિકાળમાં આ કથનનો પ્રભાવ આ સૂત્રના અંતિમ પ્રશસ્તિ વાકયમાં અને નંદીસૂત્રમાં પણ પડ્યો છે. તો પણ આ પાંચ વર્ગ આગમ માન્ય અને સર્વમાન્ય તત્ત્વ છે. વર્ગ કોઈ એક સૂત્રના હોય છે. તેને સ્વતંત્ર સૂત્ર કહેવું કે સ્વીકારવું તે વિચારણીય છે. તેથી ઉપાંગસૂત્ર નામનું આ એક જ આગમ છે. નિરયાવલિકાદિ તેના પાંચ વર્ગ છે, તે ધ્રુવ સત્ય છે. તેને પાંચ આગમ રૂપે ગણવાની પરંપરા થઈ ગયેલ છે, તે યોગ્ય નથી.
આગમિક પ્રમાણ માટે આ સૂત્રનો પ્રારંભિક મૂળપાઠ છે. તે અંતગડસૂત્રના પ્રારંભિક પાઠ સમાન જ છે. જે રીતે અંતગડદશા સૂત્રના પ્રારંભમાં પૃચ્છા કરી તેના આઠ વર્ગ કહ્યા છે તે જ રીતે આ સૂત્રના પ્રારંભમાં ઉપાંગસૂત્રની પૃચ્છા કરી તેના પાંચ વર્ગ કહ્યા છે. આ કારણે વર્ગને જ સૂત્ર કહેવાની પરંપરાને વિચાર પૂર્વકની કે સત્ય તો ન જ ગણી શકાય. સાર:- નિરયાવલિકા વર્ગ પંચક એક સૂત્ર છે. તેનું વાસ્તવિક નામ ‘ઉપાંગસૂત્ર' છે. અંતગડસૂત્રના આઠ વર્ગ અને નેવુ અધ્યયનની સમાન જ નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ તથા બાવન અધ્યયન છે.
આ સૂત્ર કથા અને ઘટના પ્રધાન છે. કથાઓના માધ્યમે આ લોક અને પરલોક, નરક અને સ્વર્ગ, કર્મ સિદ્ધાંત, સાંસારિક મનોદશા અને દુર્ગતિ, વૈરાગ્ય અને મુકિત, રાજનીતિ અને તત્કાલીન ઐતિહાસિક તત્ત્વોને સમજાવવામાં આવ્યા છે. આ સૂત્ર સંબંધી વિસ્તૃત પરિચય મેળવવા શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત સંસ્કરણનું અધ્યયન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org