________________
કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ)
૧૯
વર્ગ - ૧ : નિરયાવલિકા(કપ્પિયા)
આ વર્ગમાં દસ અધ્યયન છે; જેમાં દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. તેથી આ વર્ગનું નામ નિરયાવલિકા છે.
કથા વર્ણન :- પ્રાચીન કાળમાં રાજગૃહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજાને ચેલણા, નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ એમ અનેક રાણીઓ હતી.
ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. નન્દાને અભયકુમાર નામનો પુત્ર હતો, તેમજ કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્ર હતા. કોણિકનો જન્મઃ એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોઈને જાગૃત થઈ; રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્ન પાઠકોને પૂછીને જાણ્યું કે કોઈ તેજસ્વી જીવ ગર્ભમાં આવ્યો છે. ગર્ભકાળના ત્રણ મહિના વીત્યા બાદ ચેલણાને ગર્ભના પ્રભાવે શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ) ઉત્પન્ન થયો. અભયકુમારની બુદ્ધિના બળે દોહદ પૂર્ણ કરવામાં આવ્યો.
આ દુષ્કૃત્યથી ચિંતિત થઈ રાણીએ ગર્ભને નષ્ટ કરવાના અનેક પ્રયત્નો કર્યા, કિન્તુ બધાજ પ્રયત્નો નિષ્ફળ ગયા. ગર્ભકાળના નવ મહિના પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો. રાણીએ દાસી દ્વારા તેને ઉકરડા ઉપર નંખાવી દીધો. ત્યાં કુકડાએ બાળકની આંગળીને કરડી ખાધી. તેથી આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. શ્રેણિકને આ ઘટનાની જાણકારી મળતાં તત્કાળ તે બાળક પાસે ગયા. રાજા સ્વયં બાળકને લઈ આવ્યા અને રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર-સંભાળ લેવાનો આદેશ કર્યો. બારમે દિવસે તે રાજકુમારનું નામ કુણિક (કોણિક) રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં કુણિકકુમારના પદ્માવતી આદિ આઠ રાજકન્યાઓની સાથે લગ્ન થયા.
:
ચેલણારાણીને વિહલ્લકુમાર નામનો પુત્ર પણ હતો. એકદા શ્રેણિકરાજાએ પ્રસન્ન થઈ સેચનક હાથી અને અઢાર સરો હાર વિહલ્લકુમારને ભેટ આપ્યા. શ્રેણિકના અશુભ કર્મોદય કાલી આદિ રાણીઓ દ્વારા કાલકુમાર આદિ દસ પુત્રો જનમ્યા. એક વખત કુણિકે કાલકુમાર આદિદસ ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે ‘શ્રેણિકને બાંધી જેલમાં પૂરી દો અને રાજ્યના અગિયાર ભાગ કરી આપણે બધા રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ.’’ કાલકુમાર આદિએ તેનો સ્વીકાર કર્યો. તક જોઈને શ્રેણિકને કારાગૃહમાં બંધનગ્રસ્ત કર્યા અને કોણિક સ્વયં રાજા
બની ગયો.
ત્યાર પછી કોણિક રાજા ચેલણા માતાના ચરણ સ્પર્શ કરવા ગયો. માતાને અપ્રસન્ન જોઈ તેનું કારણ પૂછતાં કોણિકના જન્મની વિસ્તૃત ઘટના બતાવતાં માતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org