________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
એકદા ગ્રીષ્મૠતુમાં અષ્ટમ ભક્તની તપશ્ચર્યા કરી, પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ અને તરસ લાગતાં પૌષધાવસ્થામાં જ વાવડી,બગીચા આદિનું નિર્માણ કરવાનો તેણે સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુક્ત થયા બાદ તે રાજા પાસે પહોંચ્યો. અને રાજાની આજ્ઞા મેળવીને સુંદર વાવડી બનાવડાવી, તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. ઘણા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યે તેની આસક્તિ અધિકાધિક વધવા લાગી.
૩૯
આગળ જતાં નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુક્ત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી. અનેક ચિકિત્સકો આવ્યા, અનેકાનેક ઉપચારો કર્યા છતાં સફળતા ન મળી. અંતે નંદ મણિયાર આર્તધ્યાનવશ થઈ મૃત્યુ પામી, વાવડીની આસક્તિને કારણે ત્યાંજ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ વારંવાર લોકોના મુખેથી નંદની પ્રશંસા સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવના મિથ્યાત્વ સંબંધી પાપનો પશ્ચાત્તાપ કરી આત્મ સાક્ષીએ પુનઃ શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમોસર્યા. દેડકાને તે સમાચાર જાણવા મળતાં તે પણ ભગવાનના દર્શન કરવા રવાના થયો. રસ્તામાં જ શ્રેણિક રાજાના સૈન્યના એક ઘોડાના પગ નીચે તે દબાઈ ગયો. જીવનનો અંત નજીક જાણી અંતિમ સમયની વિશિષ્ટ આરાધના કરી, મૃત્યુ પામી દેવપર્યાયમાં ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તુરત ભગવાનના સમોસરણમાં આવ્યો.
દેવગતિનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, ચારિત્ર અંગીકાર કરી મુક્તિપદને મેળવશે.
શિક્ષા—પ્રેરણા :– પ્રસ્તુત અધ્યયનમાંથી બે શિક્ષા પ્રાપ્ત થાય છે. (૧) સદ્ગુરુના સમાગમથી આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે, તેથી સંત સમાગમ કરતા રહેવું જોઈએ. (૨) આકિત અધઃપતનનું કારણ છે; તેથી સદાય વિરક્ત ભાવ કેળવવો જાઈએ. વસ્તુ કે વ્યકિતમાં કયારેય રાગ-દ્વેષ કે આસક્તિના પરિણામ ન કરવા જોઇએ.
સમ્યક્ત્વની ચાર શ્રદ્ધાનું મહત્ત્વ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. (૧) જિનભાષિત તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી. (૨) તત્ત્વજ્ઞાની સંતોનો સંપર્ક કરવો. (૩) અન્યધર્મીઓની સંગતિનો ત્યાગ કરવો. (૪) સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ગયેલાનો પરિચય વર્જવો. આ ચાર બોલથી વિપરીત વર્તતા નંદ મણિયાર શ્રાવક ધર્મથી ચ્યુત થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org