________________
| ૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
તિર્યંચ ભવમાં પણ જાતે જ શ્રાવક વ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયે આજીવન અનશન પણ જાતે જ કરી શકાય, તે આ અધ્યયન દ્વારા ફલિત થાય છે.
શ્રાવક વ્રતમાં સ્થૂલ પાપોનો ત્યાગ છે અને સંથારામાં સર્વથા પાપોનો ત્યાગ હોય છે, તો પણ સંથારામાં તે સાધુ નથી કહેવાતો. બાવિધિ, વેષ, વ્યવસ્થા એવં ભાવોમાં સાધુ અને શ્રાવકની વચ્ચે અંતર હોય છે. તેથી સંથારામાં પાપોનો સર્વથા ત્યાગ હોવા છતાં શ્રાવક, શ્રાવક જ કહેવાય છે, સાધુ નહિ.
'અધ્યયન: ૧૪
તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા :
તેરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે સદ્ગનો સમાગમ પ્રાપ્ત ન થતાં વિદ્યમાન સદ્ગણોનો હ્રાસ થાય છે. જ્યારે આ અધ્યયનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે સદ્ નિમિત્ત મળતાં અવિદ્યમાન સગુણ પ્રાપ્ત થાય છે. તેથી ગુણાનુરાગી આત્માએ તેવા નિમિત્તોને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પ્રાપ્ત ગુણોનો વિકાસ અને અવિદ્યમાન ગુણોની પ્રાપ્તિ થતી રહે.
તેતલપુર નગરના રાજા કનકરથના પ્રધાનનું નામ તેટલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષિકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ અને જોતાં જ તે તેણીમાં આસક્ત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહૂર્ત બન્નેના લગ્ન થઈ ગયા.
ઘણા સમય સુધી બન્ને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડ્યો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન્ન રહેવા લાગી. તેનો નિરતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું- તું ઉદાસીનતા છોડી દે. આપણી ભોજનશાળામાં પ્રભૂત ભોજન-પાણી, ફળ મેવા અને મુખવાસ તૈયાર કરાવી શ્રમણ, માહણ, અતિથિ અને ભિખારીઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કર, પોટીલાએ તે પ્રમાણે કર્યું.
સંયોગોવશાત્ એક વખત તેતલપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. તેઓ ગોચરી અર્થે તેટલીપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ આહારાદિ વહોરાવી સાધ્વીજીઓને વિનંતિ કરી કે- હું તેટલીપુત્રને પહેલાં ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છું; તમે તો ખૂબ ભ્રમણ કરો છો; તમારો અનુભવ પણ બહોળો હોય છે, તો કોઈ કામણ ચૂર્ણ કે વશીકરણ મંત્ર બતાવો જેથી હું તેટલીપુત્રને પૂર્વવત્ આકૃષ્ટ
કરી શકું. Jain Education સાધ્વીજીઓને આ વાતોથી શો ફાયદો ? પોટીલાનું કથન સાંભળતાં જorg