________________
કથાશાસ્ત્ર: જ્ઞાતા ધર્મકથા સૂત્ર
બન્ને કાનને હાથથી દબાવી દીધા અને કહ્યું કે, “હે દેવાનુપ્રિયા! અમે બ્રહ્મચારીણી છીએ. અમને આ વાતો સાંભળવી પણ કલ્પતી નથી. તમે ઇચ્છો તો તમને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સંભળાવીએ.”
પોટીલાએ ધર્મોપદેશ સાંભળી શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. તેનાથી તેને નૂતન જીવન મળ્યું. તેનો સંતાપ શમ્યો. ધર્મ પ્રત્યે રુચિ થઈ. ત્યારબાદ સંયમ લેવાનો સંકલ્પ કર્યો. તેતલપુત્ર પાસે અભિલાષા વ્યક્ત કરી. ત્યારે તેતલીપુત્રે કહ્યું– તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને બોધ આપવા માટે આવજો. આ વચન સ્વીકારો તો હું તમને દીક્ષાની અનુમતિ આપીશ.
પોટીલાએ શરતનો સ્વીકાર કર્યો. તે દીક્ષિત થઈ ગઈ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઈ.
તેતલપુરનો કનકરથ રાજા રાજ્યમાં અત્યંત વૃદ્ધ અને સત્તા લોલુપ હતો. તેનો દીકરો યુવાન થતાં તેનું રાજ્ય ઝૂંટવી ન લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ કૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઈ. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગુપ્ત રીતે તેટલીપુત્રને અંતઃપુરમાં બોલાવી, ભવિષ્યમાં થનારા સંતાનની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કરવામાં આવ્યું કે જો પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેટલીપુત્રના ઘરે જ પાલન પોષણ કરવામાં આવશે.
સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે દિવસે તેટલીપુત્રની પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વનિર્ણય અનુસાર તેટલીપુત્રે સંતાનની અદલાબદલી કરી, પત્નીને બધી વાતથી વાકેફ કરી દીધી. રાજકુમાર મોટો થવા લાગ્યો.
કાલાંતરે કનકરથ રાજાનું મૃત્યુ થતાં ઉત્તરાધિકારી માટે ચર્ચા થવા લાગી. તેટલીપુત્રે રહસ્ય પ્રગટ કર્યું અને રાજકુમાર કનકધ્વજને રાજયાસીન કરવામાં આવ્યું. રાણી પદ્માવતીનો મનોરથ સફળ થયો. તેણે કનકધ્વજ રાજાને આદેશ કર્યો કે તેટલીપુત્ર પ્રત્યે સંદેવ વિનમ્ર રહેવું, તેનો સત્કાર કરવો. રાજસિંહાસન, વૈભવ તેમજ તમારું જીવન પણ તેમની કૃપાથી છે. કનકધ્વજે માતાનો આદેશ સ્વીકાર્યો અને અમાત્ય પ્રત્યે આદર કરવા લાગ્યા.
આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞાનુસાર તેતલપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો કર્યા પરંતુ રાજા દ્વારા અત્યંત સન્માન મળવાના કારણે તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે અંતિમ ઉપાય કર્યો. રાજા આદિને તેનાથી વિરુદ્ધ કર્યા. એક દિવસ જ્યારે રાજસભામાં ગયા. રાજાએ તેની સાથે વાત તો ન કરી પણ તેની સામે ય ન જોયું.
તેટલીપુત્ર આવો વિરુદ્ધ વ્યવહાર જોઈ ભયભીત થઈ ગયા, ઘરે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org