________________
૪૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત-૧
માર્ગમાં અને ઘરે આવતાં પરિવાર જનોએ કિંચિત્ આદર ન કર્યો. પરિસ્થિતિ બદલાયેલી જોતાં તેટલીપુત્રને આપઘાત કરવાનો વિચાર સ્ફર્યો. આપઘાતના બધા ઉપાયો અજમાવી લીધા, પણ દૈવી માયાના યોગે સફળતા ન સાંપડી.
- જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં અસફળ થતાં નિરાશ થયો ત્યારે પોટીલદેવ પ્રગટ થયા. દેવે સારભૂત શબ્દોમાં ઉપદેશ આપ્યો. તે સમયે તેટલીપુત્રના શુભ અધ્યવસાયે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે જાણ્યું કે હું પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મહાપા નામનો રાજા હતો; સંયમ અંગીકાર કરી, યથાસમયે અનશન કરી મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. ત્યાર પછી અહીં જન્મ લીધો.
માનો કે તેટલીપુત્રને નૂતન જીવનની પ્રાપ્તિ થઈ. થોડો વખત પહેલા જેની ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો. હવે અલૌકિક પ્રકાશ છવાઈ ગયો અને ચિંતન કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ભાવોની શ્રેણી ક્રમશઃ વિશુદ્ધ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદંભી વાગી. કનકધ્વજ રાજા આવ્યો. ક્ષમા માગી. ઉપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તેટલીપુત્ર અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિદ્ધ થયા. શિક્ષા-પ્રેરણાઃ- (૧) પ્રતિજ્ઞાબદ્ધદેવધર્મક્રિયામાં સહાયક બને છે. (૨) અનુકૂળ વાતાવરણ કરતાં પ્રતિકૂળતામાં શીધ્ર બોધ થાય છે. (૩) પતિ-પત્નીનો પ્રેમ ક્ષણિક હોય છે. તે કર્મોના ઉદયથી બદલાઈ પણ જાય છે, તેથી સદા સાવધાન રહેવું. (૪) વિપકાળમાં પણ સુખી અને પ્રસન્ન રહેવાનો ઉપાય કરવો. (૫) દુઃખથી ગભરાઈ આત્મઘાત કરવો મહા કાયરતા છે, અજ્ઞાન દશા છે. એવા સમયમાં ધર્મનું સ્મરણ કરી સંયમ-તપ સ્વીકારવો જોઈએ. અર્થાત્ દુઃખમાં તો ધર્મ અવશ્ય કરવો જોઈએ.
અધ્યયન : ૧૫ નન્દીફળઃ
ચંપાનગરીમાં ધન્ય સાર્થવાહ શકિત સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ધન્ય સાર્થવાહે સેવકો દ્વારા ચંપાનગરીમાં ઘોષણા કરાવી કે– ધન્ય સાર્થવાહ અહિચ્છત્રા નગરી જઈ રહ્યા છે. જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે કોઈપણ પ્રકારના સાધનનો અભાવ હશે, તેની પૂર્તિ કરવામાં આવશે. દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં
આવશે. Jain Education ધન્ય શ્રેષ્ઠીએ અને તેના સાર્થે ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત સ્થાનેg