________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
૪૩
વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી. માણસોની અવર જવર ન હોતી. બરાબર મધ્ય ભાગમાં એક વિષયુક્ત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો સ્પર્શ કરતાં, સુંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતાં પણ તે બધા અને તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્ય સાર્થવાહને તે નન્દીફળના વૃક્ષનો પરિચય હતો. તેથી સમયસર બધાને ચેતવણી આપી દીધી કે– સાર્થની કોઈ વ્યકિતએ નન્દીફળની છાયાની નજીક પણ ન જવું.
ધન્ય સાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ કર્યો તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શક્યા. જે તેનાથી બચ્યા તે સકુશળ યથેષ્ટ સ્થાને પહોંચી સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઈ પોતાના મન ઉપર નિયંત્રણ રાખી ન શક્યા તેઓ મૃત્યુના શિકાર બન્યા.
તાત્પર્ય એ છે કે આ સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નન્દીફળ સમાન છે. ઇન્દ્રિયના વિષય ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે છે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય હોય છે. વિષયભોગથી દીર્ઘકાળ સુધી વિવિધ વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી સાધકે વિષયોથી બચવું જોઈએ. શિક્ષા-પ્રેરણા :- (૧) બુઝુર્ગ અનુભવી વ્યકિતઓની ચેતવણી, હિતસલાહની
ક્યારે ય ઉપેક્ષા ન કરવી. (૨) અજાણ્યું ફળ ખાવું નહિ. (૩) ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરવો. (૪) ખાવા-પીવાની આસક્તિ મનુષ્યના શરીર, સંયમ અને જીવનનો ખાત્મો બોલાવી દે છે. તેથી ખાવા-પીવામાં વિવેકનું જ્ઞાન હોવું આવશ્યક છે.
અધ્યયન : ૧૬
દ્રૌપદી -
ઘણી વખત મનુષ્ય સાધારણ લાભ મેળવવાની ઈચ્છાએ એવું નિકૃષ્ટ કર્મ કરી બેસે છે કે જેનું ભયંકર પરિણામ ભવિષ્યમાં ભોગવવું ભારે પડે છે. તે વ્યક્તિનું ભાવી દીઘ્રતિદીર્ઘ કાળ માટે અંધકારમય બની જાય છે. દ્રૌપદીના અધ્યયનમાંથી આ બાબતની શીખ મળે છે.
દ્રોપદીની કથા તેના નાગશ્રીના પૂર્વભવથી શરૂ થાય છે. નાગશ્રી બ્રાહ્મણીએ પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું, જેમાં તુંબીનું શાક બનાવેલું. શાક તૈયાર થઈ ગયા બાદ ચાખતાં ખ્યાલ આવ્યો કે તુંબી કડવી અને વિષયુક્ત છે. આ Jan અંગે અપયશથી બચવા શાક એક જગ્યાએ છુપાવી રાખ્યું. પરિવારના લોકો org