________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
જમીને ગયા બાદ નાગશ્રી ઘરમાં એકલી જ હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિવર ધર્મરુચિ અણગાર પારણા કાજે તેના ઘરે પહોંચ્યા. સર્પ પાસે અમૃતની અપેક્ષા રખાય જ નહિ, તેની પાસેથી તો ઝેર જ મળે. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. તેણીએ પરમ તપસ્વી મુનિને ઝેર પ્રદાન કર્યું. વિષયુક્ત સુંબીનું બધું જ શાક પાત્રમાં નાખી દીધું.
૪૪
ધર્મરુચિ અણગાર આહાર લઈ ગુરુ સમક્ષ આવ્યા. શાકની ગંધમાત્રથી ગુરુદેવ આહારને પારખી ગયા. તેમ છતાં એક ટીપું લઈ ચાખ્યું અને મુનિવરને નિર્વધ સ્થાનમાં પરઠવાનો આદેશ કર્યો. ધર્મરુચિ અણગાર પરઠવા ગયા. એક ટીપું ધરતી ઉપર મૂકતાં જ તેની ગંધથી પ્રેરાઈ સેંકડો કીડીઓ આવવા લાગી. જે કીડી તેનો રસાસ્વાદ માણે તે પ્રાણ ગુમાવી દેતી. આ દશ્ય જોઈ કરુણાવતાર મુનિનું હૃદય હચમચી ઉઠ્યું. તેમણે વિચાર્યું કે એક ટીપા માત્રથી આટલી બધી કીડીઓ मृत्यु પામી તો બધું જ શાક પરઠવાથી કેટલા બધા જીવોની ઘાત થશે? તે કરતાં શ્રેયસ્કર એ છે કે આ શાક મારા પેટમાં પધરાવી દઉં. મુનિએ તે પ્રમાણે કર્યું. દારૂણ વેદના થઈ. મુનિ પાદપોપગમન સંથારો કરી સમાધિ પૂર્વક પંડિત મરણને વર્યા.
નાગશ્રીનું પાપ છૂપું ન રહ્યું. સર્વત્ર તેની ચર્ચા થવા લાગી. સ્વજનોએ માર-પીટ કરી તેણીને ઘરમાંથી કાઢી મૂકી. તેણી ભિખારી બની ગઈ. સોળ રોગ પેદા થયા. અતિ તીવ્ર દુઃખોને અનુભવતી હાય-વોય કરતી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી પ્રત્યેક નરકમાં અનેક સાગરોપમના આયુષ્યવાળા અનેક વખત જન્મ ધારણ કર્યા. વચ્ચે વચ્ચે માછલી આદિ તિર્યંચ યોનિમાં પણ જન્મ લીધા. તે ભવોમાં શસ્ત્રો દ્વારા વધ થયા. જલચર, ખેચર અને સ્થલચર, એકેન્દ્રિય, વિકલે– ન્દ્રિય પર્યાયમાં જન્મ લીધા; દુઃખમય જીવન પસાર કર્યા.
Jain
દીર્ઘકાળ સુધી જન્મ મરણ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. ચંપા નગરીના સાગરદત્ત શેઠના ઘેર પુત્રી પણે જન્મ લીધો. સુકુમાલિકા નામ રાખવામાં આવ્યું. હજી પણ પાપના વિપાકનો અંત નહોતો આવ્યો. વિવાહિત થતાં જ પતિ દ્વારા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો. તેના શરીરનો સ્પર્શ તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને અગ્નિ જેવો ઉષ્ણ લાગતો. તેના પતિ ઉપર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે— "હું મૃત્યુને ભેટીશ પણ સુકુમાલિકાનો સ્પર્શ સુદ્ધાં નહિ કરું."
સુકુમાલિકાનો પુનર્વિવાહ એક ભિખારી સાથે કરવામાં આવ્યો, ભિખારી પણ તેને પ્રથમ રાત્રે જ છોડીને ભાગ્યો. અતિશય દીન-હીન ભિખારી, શેઠના અસીમ વૈભવ અને સ્વર્ગ જેવા સુખના પ્રલોભનનો ત્યાગ કરી, ઠુકરાવીને જતો રહ્યો. હવે કોઈ આશાનું કિરણ ન રહ્યું. પિતાએ નિરાશ થઈને કહ્યું – બેટી ! તારા પાપ-કર્મનો ઉદય છે, જેને તું સંતોષની સાથે ભોગવી લે. પિતાએ દાનશાળા rg
of
V