________________
| કથાશાસ્ત્રઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
૪૫
ખોલી. સુકુમાલિકા દાન દેતી સમય વ્યતીત કરવા લાગી.
એકદા ગોપાલિકા નામના સાધ્વીજી દાનશાળામાં ગોચરી અર્થે પધાર્યા. તેઓની પાસે સુકમાલિકાએ વશીકરણ, મંત્ર-તંત્ર, કામણ-કૂટણ આદિની યાચના કરી. આર્યાજીએ પોતાનો ધર્મ સમજાવ્યો અને કહ્યું કે આવું સાંભળવું પણ મને કલ્પતું નથી; અમારે મંત્ર-તંત્રનું શું પ્રયોજન ?
આખરે સાધ્વીજીના ઉપદેશથી સુકુમાલિકાએ વિરક્ત થઈદીક્ષા અંગીકાર કરી. કાલાંતરે તે શિથિલાચારિણી બની ગઈ. સ્વચ્છંદી થઈ એકાકી રહેવા લાગી. ગામ બહાર જઈ આતાપના લેવા લાગી. એક વખત એક વેશ્યાને પાંચ પુરુષ સાથે વિલાસ કરતી જોઈ સુકુમાલિકાની સુષુપ્ત વાસના ભડકી, વળી સુખ ભોગની લાલસા ઉત્પન્ન થઈ. તેણીએ નિયાણું કર્યું– 'મારી તપશ્ચર્યાનું ફળ હોય તો બીજા ભવમાં આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરું. અંતે મૃત્યુ પામી દેવ પર્યાયમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ દેવગણિકા બની.
દેવભવનો અંત થતાં પાંચાલનૃપતિ દ્રુપદની કન્યા દ્રોપદી રૂપે ઉત્પન્ન થઈ. ઉચિત વય થતાં સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંવરમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, પાંડવો આદિ સેંકડો રાજાઓ ઉપસ્થિત હતા. દ્રૌપદીએ પાંચ પાંડવોનો સ્વીકાર કર્યો. તેના આ સ્વયં વરણનો કોઈએ વિરોધ ન કર્યો.
દ્રૌપદી પાંડવોની સાથે હસ્તિનાપુરમાં ગઈ. ક્રમશઃ પાંચ પાંડવોની સાથે માનવીય સુખોનો ઉપભોગ કરવા લાગી.
એક વખત અચાનક નારદજી આવી પહોંચ્યા. યથોચિત વિનય બધાએ જાળવ્યો, પણ દ્રૌપદીએ સત્કાર ન કર્યો. તેથી નારદજી કોપ્યા. તેઓ બદલો લેવાની ભાવનાએ લવણ સમુદ્ર પાર કરી ધાતકીખંડ દ્વીપમાં અમરકંકાના રાજા પદ્મનાભ પાસે ગયા. દ્રૌપદીના રૂપ-લાવણ્યની અતિશય પ્રશંસા કરી, પદ્મનાભને લલચાવ્યો. તેણે મિત્રદેવની સહાયતાથી દ્રોપદીનું અપહરણ કરાવ્યું. દ્રૌપદી પતિવ્રતા હતી. પદ્મનાભે તેણી પાસે અનુચિત માંગણી કરી ત્યારે તેણે છ મહિનાની મુદત માંગી. દ્રૌપદીને શ્રદ્ધા હતી કે આ સમય દરમ્યાન શ્રી કૃષ્ણ આવી મને છોડાવશે. મારો ઉદ્ધાર કરશે.
આ તરફ પાંડુરાજાએ ચારે બાજુ તપાસ આદરી. દ્રોપદીનો કયાંય પત્તો ન લાગ્યો. આખરે પાંડવોની માતા કુંતીજી કૃષ્ણ વાસુદેવ પાસે ગઈ. સમાચાર મળતાં જ શ્રી કૃષ્ણ નગર બહાર સત્કારવા આવ્યા. ભવનમાં લઈ આવી આગમનનું કારણ પૂછ્યું. કુંતીએ દ્રોપદીના અપહરણની વાત કરી. કૃષ્ણ તે કાર્ય પૂર્ણ કરવાનું વચન આપી કુંતીને વિદાય કરી. Jain Educatio અત્યંત શોધ કરવા છતાં દ્રૌપદીનો પત્તો ન લાગ્યો. અચાનકારદજી શ્રી org