________________
૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
કૃષ્ણ પાસે આવ્યા. ઉચિત સત્કાર કર્યો. પરસ્પર કુશલ સમાચાર પૂછી શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પૂછ્યું. તેના પ્રત્યુત્તરમાં નારદે કહ્યું કે ધાતકીખંડદ્વીપની અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભના અંતઃપુરમાં દ્રોપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી.
શ્રી કૃષ્ણને સમજતાં વાર ન લાગી કે આ કરતૂત નારદજીનાં છે. નારદજી પલાયન થઈ ગયા. કૃષ્ણ પાંડવોને સમુદ્ર કિનારે આવવા જણાવ્યું. ત્યાંથી એ જણા પોત-પોતાનાં રથ સહિત લવણાધિપતિ સુસ્થિત દેવની સહાયતાથી લવણસમુદ્ર પાર કરી અમરકંકા પહોંચ્યા. દૂત દ્વારા પદ્મનાભને સૂચના અપાઈ. યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ યુદ્ધમાં પાંડવોની હાર થઈ. ત્યાર પછી શ્રી કૃષ્ણ વાસુદેવે શંખનાદ કરી યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. પદ્મનાભના પંજામાંથી દ્રૌપદીને છોડાવી પ્રસ્થાન કર્યું.
શ્રી કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ તે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવે સાંભળ્યો. તે વખતે ત્યાંના બાવીસમાં તીર્થકરનું સમવસરણ રચાયું હતું. તેમાં કપિલ વાસુદેવે દેશના સાંભળતાં શંખનો અવાજ સાંભળ્યો. પ્રશ્ન પૂછતાં ભગવાને બધોજ વૃત્તાંત કહ્યો. તે વાસુદેવ કૃષ્ણને મળવા શીધ્ર આવ્યા; તેટલામાં કૃષ્ણ બહુજ દૂર સમુદ્રમાં પહોંચી ગયા હતા. બન્ને વાસુદેવોનું શંખથી મિલન થયું એવં વાર્તાલાપ થયો. કપિલ વાસુદેવે પદ્મનાભને દેશનિકાલ કર્યો અને તેના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો.
સમુદ્ર પાર કરી શ્રી કૃષ્ણ પાંડવોને આગળ મોકલી દીધા અને પોતે સુસ્થિત દેવને મળવા ગયા. પાંચે પાંડવો નાવ દ્વારા ગંગાનદીને પાર કરી કિનારે પહોંચ્યા અને તે નાવને ત્યાં જ રોકી લીધી અને વિચાર્યું કે શ્રી કૃષ્ણ આટલી મોટી નદીને તરીને પાર કરી શકે છે કે નહિ તે જોઈએ.
શ્રીકૃષ્ણ નદી કિનારે આવ્યા. કોઈ સાધન ન દેખાતાં ભજાએ તરીને કિનારે જવા વિચાર્યું. મધ્ય ભાગમાં આવતાં થાકી જવાથી દેવીએ વિશ્રાન્તિ માટે પાણીમાં બેટ બનાવ્યો. થોડો સમય આરામ કરી બાકી રહેલ જલપ્રવાહને તરી કિનારે પહોંચ્યા. પાંડવોને પૂછ્યું તમે નદી કેવી રીતે પાર કરી? સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. ત્યારે પાંડવોએ સત્ય વાત જણાવી- અમે તમારી શકિતને જોવા માંગતા હતા.
આ સાંભળી કૃષ્ણનો ક્રોધ આસમાને પહોંચ્યો. પાંચેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને દેશનિકાલની સજા ફટકારી. પાંડવો હસ્તિનાપુરા માતા-પિતાને મળવા આવ્યા. પાંડુ રાજાએ ખૂબ ઉપાલંભ આપ્યો. કુંતીજી કૃષ્ણ પાસે ગયા. ત્રણ ખંડના અધિપતિ! પાંડવો આપના રાજ્યથી બહાર ક્યાં જાય? દરેક ઠેકાણે
તમારું આધિપત્ય છે. અંતે સમાધાન કરાયું કે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ નવી Jain પાંડુ મથુરા નગરી વસાવી રહેવું.ivate & Personal Use Only
www.jainelibrary.org