________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્રા
દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના દલ-બલ સહિત સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. કાલાંતરે દ્રૌપદીએ પુત્રરત્નને જન્મ આપ્યો તેનું નામ પાંડુસેન રાખવામાં આવ્યું. ધર્મઘોષ આચાર્યનું નગરીમાં પદાર્પણ થયું. પાંચ પાંડવો અને દ્રૌપદીએ પુત્રને રાજગાદી સોંપી સંયમ અંગીકાર કર્યો.
દ્રૌપદીએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તપ સંયમની આરાધના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચ પાંડવોએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. અનેક વર્ષો સુધી તપ-સંયમની આરાધના કરી. એકવખત અરિહંત અરિષ્ટનેમિના દર્શનના હેતુએ માસ-માસખમણ તપનો અભિગ્રહ કરી ગુરુ આજ્ઞા મેળવી પાંચે મુનિઓએ વિહાર કર્યો. કોઈ નગરમાં પારણાના દિવસે આહાર લેવા જતાં સાંભળવા મળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન મોક્ષે પધાર્યા. ત્યારે તેઓએ આહારને વોસિરાવી સંથારાના પચ્ચખ્ખાણ લીધા. કુલ ૬૦ દિવસનું અનશન કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. શિક્ષા-પ્રેરણા - (૧) ધર્મ અને ધર્માત્માઓ સાથે કરેલો અલ્પતમ દુર્વ્યવહાર વ્યક્તિને ભવોભવ દુઃખદાઈનીવડે છે. દા.ત. નાગશ્રી બ્રાહ્મણી. (૨) પાપ છિપાયા ના છિપે, પાપ છાપરે ચડીને પોકારે, આ ઉક્તિને સદાય યાદ રાખવી. પાપ અનેક ગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી. (૩) કર્મોનો વિપાક ભયંકર હોય છે. નાગશ્રી બ્રાહ્મણી તે ભવમાં ભિખારી બની અને અંતે સોળ મહારોગ ભોગવતાં નરકમાં ગઈ. (૪) જિનશાસનમાં સાધનાના વિવિધ પ્રકાર બતાવ્યા છે. ગચ્છ અને ગુરુની સાથે રહેવા છતાં પણ મુનિ ઉગ્ર તપશ્ચર્યાના પારણે પરઠવા જાતે જ જાય. પરઠવાની ગુરુ આજ્ઞા હોવા છતાં ધર્મચિએ તે ઝેર જાતે પી લીધું, તે વિવેક સમજવો. વિવેકનું મહત્ત્વ વિનય અને આજ્ઞાથી પણ અધિક છે. (૫) સાધુએ કોઈના ગુપ્ત અવગુણો પ્રગટ કરવા નહિ. સાધુની બદનામી ન થાય તેથી નાગશ્રીનું નામ પ્રગટ કરવું અનિવાર્ય બન્યું. કારણ કે તેમના શરીરમાં ઝેર હતું તો કોઈ એમ કહે કે સાધુએ જ ઝેર આપ્યું.) ધર્મઘોષ આચાર્યે વિવેક પૂર્વક વ્યવહાર કર્યો હતો. તેઓ ચૌદ પૂર્વધારી આગમ વિહારી હતા. () પરસ્ત્રીગમનનો ત્યાગ ધાર્મિક તેમજ વ્યાવહારિક જીવનને માટે પણ અત્યંત આવશ્યક સમજવો. પરસ્ત્રી લંપટ પુરુષ આ ભવમાં નિંદનીય બને છે. (દા.ત. પારથ) અને પરભવને પણ બગાડે છે.
વાને પમા મામા ગતિ અર્થાત્ ઇચ્છિત ભોગો ન મળવા છતાં વિચારોની મલિનતાને કારણે તેઓ દુર્ગતિના ભાગીદાર બને છે. તેથી મર્યાદિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org