________________
| ૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
વ્રતધારી જીવન બનાવવું. (૭) કથાનકના બધા જ પ્રસંગો ઉપાદેય નથી હોતા. કેટલાક જાણવા યોગ્ય હોય છે તો કેટલાક ધારણ કરવા યોગ્ય હોય છે; જ્યારે કેટલાક હેય અર્થાત ત્યાગવા યોગ્ય પણ હોય છે. તેથી આવી કથાઓમાંથી ક્ષીર-નીર બુદ્ધિએ આદર્શ ગ્રહણ કરવા જોઈએ. (૮) આદરણીય પુરુષોની ઠઠ્ઠા મશ્કરી ન કરવી. અન્યથા અતિ પ્રેમ પણ તૂટી જાય છે. (૯) ઉત્તમ પુરુષો પાછલી જીંદગી પણ સુધારી લે છે. તીર્થકરની હાજરીમાં પણ સ્થવિરોની પાસે દીક્ષા લઈ શકાય છે.
અધ્યયન : ૧૦
આકીર્ણ જ્ઞાત -
હતિશીર્ષ નગરના કેટલાક વેપારીઓ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણ સમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. નૌકા ડગમગવા લાગી. ચાલકની બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ. તેને દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશ કોશ ઉડી ગયા. બધા દેવ-દેવીઓની માનતા કરવા લાગ્યા.
થોડીવારે તોફાન શાંત થયું.ચાલકને દિશાનું ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરા, રત્નોની પ્રચુર ખાણો છે, તેમજ તેઓએ ત્યાં ઉત્તમ જાતિના વિવિધ વર્ણોવાળા અશ્વો પણ જોયા. વણિકોને અોનું કોઈ પ્રયોજન નહોતું તેથી ચાંદી, સોનું, રત્નાદિથી વહાણ ભરી પુનઃ પોતાની નગરીમાં પાછા વળ્યા.
બહુમૂલ્ય ઉપહાર લઈ વણિકો રાજા સમક્ષ આવ્યા. રાજાએ પૂછ્યુંદેવાનુપ્રિયો! તમે વેપાર અર્થે અનેક નગરમાં પરિભ્રમણ કરો છો તો કોઈ અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? વણિકોએ કાલિદ્વીપના અગ્ધોનો ઉલ્લેખ કર્યો. તે સાંભળી રાજાએ વણિકોને અશ્વો લઈ આવવાનો આદેશ કર્યો.
વણિકો રાજાના સેવકોની સાથે કાલિક દ્વીપ ગયા. અણ્વોને પકડવા પાંચે ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ સાથે લઈને ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્લો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શક્યા. તેઓ સામગ્રીમાં ફસાઈ બંધનમાં પડ્યા. પકડાયેલા અશ્વોને હસ્તિશીર્ષ નગરમાં લઈ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબુકનો માર ખાવો પડ્યો. વધ,
બંધનના અનેક કષ્ટો સહન કરવા પડ્યા. તેમની સ્વાધીનતા નષ્ટ થઈ અને Jain પરાધીનતામાં જીંદગી પસાર કરવી પડી.sonal Use Only
www.jainelibrary.org