________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ, બંધન આદિ કષ્ટોથી બચી ગયા. તેઓ સ્વેચ્છા પૂર્વક કાલિક દ્વીપમાં જ સુખે રહ્યા. શિક્ષા-પ્રેરણાઃ
re
પ્રસ્તુત અધ્યયનનું નામ આકીર્ણજ્ઞાત છે. આકીર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વ. અશ્વોના ઉદાહરણ દ્વારા અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે સાધક ઇન્દ્રિયોના વશવર્તી બની, અનુકૂળ વિષયો પ્રાપ્ત કરવામાં લુબ્ધ બને છે તે રાગ વૃત્તિની ઉત્કટતાને કારણે દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. જે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત નથી બનતા તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. કથાનક સમાપ્ત થતાં વીસ ગાથાઓમાં શિક્ષા આપવામાં આવી છે તેનો સારાંશ આ પ્રમાણે છે—
(૧) કાનને સુખકારી, હૃદયને હરનારી મધુર વીણા, વાંસળી, શ્રેષ્ઠ મનોહર વાધ, તાળી આદિના શબ્દોમાં ઇન્દ્રિયોના વશવર્તી જીવ આનંદ માને છે. આત્માર્થી સાધકે તેમાં આનંદ ન માનવો જોઈએ. મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં તુષ્ટ કે રુષ્ટ ન થતાં સમભાવ અને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઈએ.
(ર) સ્ત્રીઓના સ્તન, પેટ, મુખ, હાથ, પગ, નેત્ર આદિને જોતાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. મુનિ તેનાથી નિર્લેપ રહે છે. અન્ય પણ મનોજ્ઞ-અમનોશ રૂપોમાં તુષ્ટ-રુષ્ટ ન થતાં મુનિએ સમભાવ રાખવો જોઈએ.
(૩) સુગંધિત પદાર્થની ગંધમાં એટલે કે ફૂલ, માળા, અત્તરાદિની સુગંધ સૂંઘવામાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. આત્માર્થી મુનિ આ સહુથી વિરક્ત રહે; સુગંધ કે દુર્ગંધ મળતાં ઉપેક્ષા ભાવ રાખે.
(૪) કડવા, કસાયેલા, ખાટા, મીઠા ખાદ્ય પદાર્થ, ફળ- મેવા, મીઠાઈમાં અજ્ઞાની જીવ આનંદ માને છે. જ્ઞાની( આત્માર્થી) મુનિ આ શુભાશુભ પદાર્થોનું આવશ્યક સેવન કરવા છતાં સુખ કે દુઃખનો અનુભવ ન કરે પરંતુ પુદ્ગલ સ્વભાવ અને ઉદરપૂર્તિના લક્ષ્યથી આવશ્યક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે.
(૫) સ્પર્શેન્દ્રિયમાં આસક્ત બનેલા જીવ અનેક ઋતુઓમાં મનોહર સુખકર સ્પર્શોમાં તનને સુખ દેનારા આસન, શયન, ફૂલ, માળા આદિના સ્પર્શમાં, મનને ગમતા સ્ત્રી આદિના સ્પર્શમાં આનંદ માને છે, જ્યારે વિરક્ત આત્માઓ તો આ ઇન્દ્રિયના વિષયોને મહાન દુઃખનું કારણ સમજી તેનાથી વિમુખ રહે છે, પ્રતિકૂળ કે અપ્રતિકૂળ સ્પર્શ પ્રાપ્ત થતાં સહન કરે.
સંસારનું મૂળ ઇન્દ્રિયના વિષયો છે. જે મુળે સે મૂલવાળું, ને મૂલવાળે સે શુભે। – [આચારાંગસૂત્ર આ પાંચ ઇન્દ્રિયના વિષયના વિકારોની આસક્તિ જ Jain સંસાર ભ્રમણનું કારણ છે. એક ઇન્દ્રિયમાં આસક્ત થઈ દુઃખ પામનારાrg