________________
૫૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
પ્રાણીઓનાં દૃષ્ટાંત પણ આ ગાથાઓમાં આપવામાં આવ્યા છે.
(૧) શ્રોતેન્દ્રિયની આસક્તિથી - તેતર (૨) ચક્ષુઇન્દ્રિયની આસક્તિથી – પતંગીયા (૩) ઘ્રાણેન્દ્રિયની આસક્તિથી – સર્પ (૪) ૨સેન્દ્રિયની આસક્તિથી માછલી (૫) સ્પર્શેન્દ્રિયની આસક્તિથી – હાથી મૃત્યુને પ્રાપ્ત કરે છે.
અધ્યયન : ૧૮
સુષુમા દારિકા ઃ
રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, સુષુમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, તેનો કેવો કરુણ અંત આવ્યો, તે આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે.
ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી-પડોશીના બાળકો સાથે રમવા લઈ જતો. તે બહુ જ નટખટ, ઉદંડ અને દુષ્ટ હતો. રમતા બાળકોને તે બહુ જ સતાવતો. તે ઘણી વખત તેમની કોડીઓ, લાખની ગોળીઓ છુપાવી દેતો, તો કયારેક વસ્ત્રાહરણ કરતો. કયારેક મારપીટ પણ કરતો જેથી બાળકોને નાકે દમ આવી જતો. ઘેર જઈ મા બાપ પાસે ફરિયાદ કરતાં. ધન્યશેઠ દાસને વઢવા છતાં આદતથી મજબૂર દિનપ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો. આખરે વારંવાર ફરિયાદ આવતાં ચિલાતને ઘરમાંથી કાઢી મૂકયો.
હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તેને રોકટોક કરનારું કોઈ ન રહ્યું. તેથી તે જુગારના અડ્ડ, દારૂના અડ્ડા તથા વેશ્યાગૃહમાં ભટકવા લાગ્યો. તે બધા
જ વ્યસનોથી વીંટળાઈ ગયો.
રાજગૃહથી થોડે દૂર સિંહ ગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં ૫૦૦ ચોરો સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોંચ્યો. તે બળ વાન, સાહસિક અને નિર્ભીક તો હતો જ. વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરોનો સરદાર બન્યો.
ધન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર કર્યો હતો. તેથી તેનો બદલો લેવાની તેને ભાવના થઈ. તેને સુષુમા પ્રત્યે પ્રીતિ હતી. એક વખત ધન્ય સાર્થવાહનું ઘર લૂંટી સુષુમાને પોતાની બનાવવાનો વિચાર તેને ઉદ્ભવ્યો અને તેણે પોતાના સાથીઓને જણાવ્યું કે લૂંટમાં ધન મળે તે તમારું અને ફક્ત સુષુમા મારી.
નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહના ઘરને ઘેર્યું, પ્રચુર સંપત્તિ તથા સુષુમાને Jain લઈ ચોર ભાગ્યો. ધન્ય શેઠ જીવ બચાવવા છુપાઈ ગયા હતા. તે નગર રક્ષક પાસેg