________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
ગયા. નગર રક્ષકોએ ચોરનો પીછો પકડ્યો. ધન્ય સાર્થવાહ અને તેના પાંચ દીકરા પણ સાથે જ ગયા.
નગર રક્ષકોએ સતત પીછો કરી ચિલાતને હંફાવ્યો. ૫૦૦ ચોર ચોરીનો માલ છોડી ભાગ્યા. નગર રક્ષકો માલ(સંપત્તિ) લઈ પાછા વળ્યા.ચિલાત સુષમાને લઈ ભાગ્યો. ધ શેઠ તથા તેમના પુત્રો સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષમાનું ગળું કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઈ ચિલાત ભાગી છૂટ્યો. છતાં ભૂખ્યો-તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો. સિંહગુફા સુધી તે પહોંચી ન શક્યો.
આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. તેમણે ખૂબ વિલાપ કર્યો. નગરીથી ખૂબ દૂર નીકળી ગયા હતા. જોશમાં કેટલું અંતર કપાયું તેનો ખ્યાલ નહોતો રહ્યો. જોશી નિઃશેષ થઈ ગયો હતો. ભૂખ-તરસ સખત લાગેલી. આસપાસ પાણી માટે તપાસ કરી પણ એક ટીપુંય ન મળ્યું. રાજગૃહી નગરી સુધી પહોંચવાની શક્તિ ન રહી. વિકટ સમસ્યા ઉભી થઈ
ધન્ય સાર્થવાહે કહ્યું– ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય; તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભૂખ-તરસ મીટાવો. જ્યેષ્ઠ દીકરાએ તે માન્ય ન કર્યું. પોતાના વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. પરસ્પર બધાએ વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. ત્યારે નિર્ણય કર્યો કે સુષમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું.
યથાસમયે ધન્ય પ્રવ્રજયા અંગીકાર કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જઈ મોક્ષે પધારશે. શિક્ષા–પ્રેરણા :– ધન્ય સાર્થવાહ તથા તેમના પુત્રોએ સુષમાના માંસ-રુધિરનો આહાર રસેન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ કર્યો હતો. તેથી સાધકોએ આહાર અશુચિમય શરીરના પોષણ માટે નહિ પરંતુ મુક્તિએ પહોંચવાના લક્ષથી કરવો, લેશમાત્ર પણ આસક્તિ ન રાખવી. અનાસક્ત ભાવે આહાર કરવો તે દષ્ટિકોણને નજર સમક્ષ રાખી આ ઉદાહરણની અર્થ સંઘટના કરવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઠાણાંગસૂત્રમાં છ કારણે આહાર કરવાનું બતાવ્યું છે.
(૧) સુધા વેદનાની શાંતિ માટે (૨) સેવા માટે (સશક્ત શરીર હોય તો સેવા કરી શકે તે માટે) (૩) ઇરિયા સમિતિ શોધવા માટે (ખાધા વિના આંખે
અંધારા આવતા હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે) (૪) સંયમ પાળવાને Jain માટે (૫) જીવન નિભાવવા માટે (૬) ધર્મધ્યાન અને ચિંતન માટે. www.jainelibrary.org