________________
| પર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત-૧
આ પ્રમાણે છે કારણોથી શ્રમણ નિગ્રંથ આહાર કરે છે.
સાચું જ કહ્યું છે કે– Live not to eat but eat to live અર્થાત્ જીવન ભોજન માટે નથી, પણ ભોજન જીવન માટે છે. સુખી થવું છે તો કમ ખા, ગમ ખા, નમ જા. ત
અધ્યયન : ૧૮ ગીર પંડરીક અને કંડરીક -
મહાવિદેહ ક્ષેત્રના પૂર્વવિભાગના પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકિણી નગરી સાક્ષાત્ દેવલોક સમાન સુંદર હતી. બાર યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. મહાપદ્મ રાજાને બે દીકરા હતા- પુંડરીક અને કંડરીક.
એકદા ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપદ્મરાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપા રાજર્ષિ વિશુદ્ધ સંયમ પાળી મોક્ષે પધાર્યા. ફરીને
વિરોનું આગમન થતાં કંડરીકને વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષાની અનુમતિ માંગતા વડીલ બંધુએ રાજ્યગાદી પ્રદાન કરવાનું કહ્યું પરંતુ કંડરીકે તેનો અસ્વીકાર કરતાં દીક્ષા લીધી.
કંડરીક મુનિને દેશ-દેશાંતરમાં વિચરતાં, લૂખો-સૂકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. સ્થવિર પુનઃ પુંડરિકિણી નગરીમાં પધાર્યા. ભાઈમુનિનું શરીર શુષ્ક જોઈ સ્થવિર મુનિ પાસે ચિકિત્સા કરાવવાનું પુંડરીકે નિવેદન કર્યું. તે માટે યાનશાળામાં પધારવા વિનંતિ કરી.
વિર યાનશાળામાં પધાર્યા. ઉચિત ચિકિત્સા થવાથી કંડરીક મુનિ સ્વસ્થ થયા. સ્થવિર મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસક્ત થવાથી ત્યાં જ રહા, વિહાર કરવાનું નામ ન લીધું. રાજા પંડરીક તેની આસક્તિ તથા શિથિલતાને જાણી ચૂક્યા હતા. કંડરીકને જાગૃત કરવા નિમિત્તે સવિધિ વંદન કરી કહ્યું- દેવાનુપ્રિય! આપને ધન્ય છે. આપ પુણ્યશાળી છો! આપે મનુષ્ય જન્મ સફળ બનાવ્યો; ધન્યાતિધન્ય છે આપને !!! હું પુણ્યહીન છું, ભાગ્યહીન છું કે હજી સુધી મારો મોહ નથી છૂટ્યો. હું સંસારમાં ફસાયેલો છું.
કંડરીક મુનિને આ વચન રુચિકર તો ન લાગ્યાં છતાં મોટા ભાઈની લજ્જાવશ વિહાર કર્યો પણ સંયમ પ્રત્યે સદ્ભાવ નહોતો. વિરક્ત ભાવ નહોતો. તેથી કેટલોક સમય સ્થવિર પાસે રહ્યા. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોકવાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન કર્યો.
ધાવમાતાએ તેમને જોયા. જઈને રાજાને જણાવ્યું. રાજાએ અંતઃપુર સહિત આવી વંદન કરી સંયમમાર્ગની અનુમોદના કરી. પણ યુક્તિ કામ ન આવી.
Jain Education International
For Privas & Personal Use Only
www.jainelibrary.org