________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
કિંડરીક ચુપચાપ બેઠા રહ્યા. ‘ભગવન્! આપ ભોગને ઈચ્છો છો? કંડરીકે લજ્જા ત્યાગી હા પાડી.
પંડરીક રાજાએ કંડરીકનો રાજ્યાભિષેક કર્યો. કંડરીકના સંયમોપકરણ લઈ પુંડરીક રાજા સ્વયં દીક્ષિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્થવિર મહાત્માના દર્શન કરી તેમની પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ હું આહાર–પાણી ગ્રહણ કરીશ. તેઓએ પુંડરિકિણી નગરીનો ત્યાગ કર્યો અને સ્થવિર ભગવંત પાસે જવા પ્રસ્થાન કર્યું.
કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ ઉત્થાન બાદ પતનની કહાની થઈ. જ્યારે પુંડરીક મુનિ ઉગ્ર સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે મોક્ષે પધારશે. ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શિક્ષા-પ્રેરણા - (૧) સંયમજીવનમાં દર્દને કારણે કદાચ ઔષધનું સેવન કરવું પડે કે શક્તિવર્ધક દવા લેવી પડે ત્યારે અત્યધિક વિવેક રાખવો. કયારેક આવી દવાઓથી એશ આરામ, ભોગાકાંક્ષાની મનોવૃત્તિ પ્રબળ થાય છે. દા.ત. શૈલક રાજર્ષિ અને કંડરીક મુનિ. બન્ને મુનિઓને પથ ભ્રષ્ટ થવામાં ચિકિત્સા જ કારણભૂત છે. પ્રાય: અનેક સાધુ દવાની માત્રામાં યા પરેજી પાળવામાં અવિવેક રાખે છે અને પરિણામે ભયંકર રોગોના શિકાર બને છે. છતાં આ તત્ત્વને તેઓ સમજી સકતા નથી, કે વિચારી પણ સકતા નથી અને ભ્રમ કે અજ્ઞાનમાં જ રહે છે કે શ્રમણોને એવા ભયંકર રોગ કેમ થઈ જાય? પરંતુ પ્રાયઃ કરીને શ્રમણોને મોટા રોગ થવામાં તેઓના ખાન-પાન કે વિહાર અથવા ઔષધ ભેષજ સેવનનો અવિવેક જ કારણ હોય છે. (ર) વિગય અને મહાવિગયનું વિપુલ માત્રામાં સેવન કરવાથી વિકાર પેદા થાય છે. છતાં પણ તે સુસાધ્ય છે એટલે કે વિગયોત્પન્ન વિકારનું તપ દ્વારા ઉપશમન થઈ શકે છે, પણ રાસાયનિક માદક ઔષધજન્ય વિકાર મહા ઉન્માદ પેદા કરે છે.
- કુશલ સેવાનિષ્ઠ પંથકના મહિનાઓના પ્રયત્નથી શેલક રાજર્ષિનો ઉન્માદ શાંત થયો પણ કંડરીકનો વિકારોન્માદશાંત ન થયો. ત્રણ દિવસના ક્ષણિક(નશ્વર) જીવન માટે વર્ષોની કમાણી બરબાદ થઈ. આ નિકૃષ્ટતમ દરજ્જાનો ઉન્માદ આત્મનું દેવાળું ફૂંકવાનું દષ્ટાંત પૂરું પાડે છે. (૩) અલ્પકાળની આસક્તિ જીવોને ઉંડા ખાડામાં નાખી દે છે, જ્યારે અલ્પકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org