________________
| ૩૮
૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧,
મરણની વ્યથાઓથી મુક્ત થઈ ગયા. શિક્ષા-પ્રેરણા:- પ્રસ્તુત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ કોઈપણ વસ્તુને ફક્ત બાહા દષ્ટિથી વિચારતા નથી પણ આત્યંતર તાત્વિક દષ્ટિથી અવલોકન કરે છે. તેની દષ્ટિ તત્ત્વસ્પર્શી હોય છે, તેથી જ તે આત્મામાં રાગદ્વેષની સંભાવના નષ્ટપ્રાય થઈ જાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ઈષ્ટ-અનિષ્ટ મનોજ્ઞ-અમનોજ્ઞ ઇત્યાદિ વિકલ્પ કરે છે અને સંકલ્પ-વિકલ્પ દ્વારા રાગ-દ્વેષને વશીભૂત થઈ કર્મબંધનો ભાગી બને છે. આ ઉપદેશને અત્યંત સરલ કથાનક દ્વારા વર્ણવામાં આવ્યો છે. - સુબુદ્ધિ અમાત્ય સમ્યગ્દષ્ટિ, તત્ત્વજ્ઞ શ્રાવક હતો તેથી અન્યની અપેક્ષાએ તેની દષ્ટિ જુદી જ હતી. સમ્યગ્દષ્ટિ આત્મા કોઈપણ વસ્તુના ઉપભોગથી ન તો આશ્ચર્યચકિત થાય કે ન તો શોકમગ્ન થાય. તે પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી સ્વભાવમાં સ્થિર રહે છે, આ તેનો આદર્શ ગુણ છે.
અમુક કુળમાં ઉત્પન્ન થવા માત્રથી શ્રાવકપણું આવતું નથી. આ જાતિગત વિશેષતા નથી. શ્રાવક થવા માટે સૌ પ્રથમ વીતરાગ પ્રરૂપિત તત્ત્વ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રધ્ધા સાથે શ્રાવકજીવન સ્વીકાર કર્યા બાદ તેના આત્યંતર તથા બાહા જીવનમાં પરિવર્તન આવી જાય છે. તેની રહેણી કરણી, વચન વ્યવહાર, આહાર વિહાર, સર્વ વ્યવહારોમાં પરિવર્તન આવી જાય છે. આ અનુભવ સુબુદ્ધિપ્રધાન શ્રમણોપાસકના જીવનથી જાણી શકાય છે.
આ સૂત્રથી પ્રાચીનકાળમાં રાજા અને તેના મંત્રી વચ્ચે કેવો સંબંધ રહેતો હતો અથવા હોવો જોઈએ તે પણ જાણવા મળે છે.
અધ્યયન : ૧૩ નન્દ મણિયાર -
રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થતાં દર્દરાવતંસક વિમાનવાસી દર્દ નામનો દેવ ત્યાં આવ્યો. રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણવ્યાનુસાર સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો તેના સંદર્ભમાં ભગવાને તેનો ભૂત, વર્તમાન અને ભવિષ્ય જન્મનો પરિચય આપ્યો, તે આ પ્રમાણે છે
રાજગૃહી નગરીમાં નંદ નામનો મણિયાર રહેતો હતો. ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાદષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો, છતાં તપશ્ચર્યાદિ બાહ્ય - ક્રિયાઓ પર્વવત્ કરતો રહ્યો. For Private & Personal Use Only
Jain
www.jainelibrary.org