________________
કથાશાસ્ત્રઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
૩છે.
સુબુદ્ધિને બોલવું પડ્યું- સ્વામિન્ ! એમાં આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલોના પરિણમનના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ અશુભમાં પરિણમી જાય છે, તેમજ અશુભ પુદ્ગલ શુભમાં પણ પરિણમન પામે છે; અંતે તો પુદ્ગલ જ છે. મને તેમાં આશ્ચર્ય જેવું કંઈ લાગતું નથી. સુબુદ્ધિના આ કથનનો રાજાએ આદર ન કર્યો પણ ચૂપ રહી ગયા.
ચંપાનગરીની બહાર એક ખાઈ હતી. તેમાં અત્યંત અશુચિમય દુર્ગન્ધયુક્ત અને સડેલા મૃત કલેવરોથી વ્યાપ્ત ગંદુ પાણી ભરેલું રહેતું. એકદા રાજા પ્રધાનની સાથે ફરવા નીકળતાં આ ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગધથી તે અકળાઈ ગયા. તેણે વસ્ત્રથી નાક-મુખ ઢાંકી દીધા. તે સમયે રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન કર્યું. સાથીઓએ તેમાં સૂર પૂરાવ્યો; પરંતુ સુબુદ્ધિ મૌન રહો તે જોઈ રાજાએ વારંવાર ખાઈના દુર્ગન્ધયુક્ત પાણીનું વર્ણન કર્યું. ત્યારે સુબુદ્ધિએ પુદ્ગલના સ્વભાવનું પૂર્વ પ્રમાણે જ વર્ણન કર્યું. રાજાથી તે ન સંભળાયું. તેમણે કહ્યું– સુબુદ્ધિ ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહીં પોતાને પણ ભ્રમમાં નાખો છો.
સુબુદ્ધિ તે સમયે મૌન રહ્યા અને વિચાર્યું કે રાજાને સત્ય વચન ઉપર શ્રદ્ધા નથી. તેને કોઈપણ ઉપાયે સન્માર્ગ પર લાવવા જ જોઈએ. આમ વિચારી તેમણે પૂર્વોક્ત ખાઈનું પાણી મંગાવ્યું અને વિશિષ્ટ વિધિથી ૪૯ દિવસમાં તેને અત્યંત શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તેમણે પીધું, તો તે આસક્ત બન્યા. પ્રધાનજીએ પાણી મોકલાવ્યું છે તે જાણ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે ક્યા કૂવાનું પાણી છે? પ્રધાનજીએ નિવેદન કર્યું કે સ્વામિન્ ! આ તે જ ખાઈનું પાણી છે જે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું.
રાજાએ સ્વયં પ્રયોગ કર્યો. સુબુદ્ધિનું કથન સત્ય સિદ્ધ થયું. ત્યારે રાજાએ સુબુદ્ધિને પૂછ્યું- સુબુદ્ધિ! તમારી વાત સત્ય છે પણ બતાવો તો ખરા કે આ સત્ય, કથનનું યથાર્થ તત્વ કેવી રીતે જાણ્યું? તમને કોણે બતાવ્યું?
સુબુદ્ધિએઉત્તર આપ્યો–સ્વામિનું આ સત્યનું પરિજ્ઞાનમનેજિન ભગવાનના વચનોથી થયું છે. વીતરાગવાણીથી જ આ સત્ય તત્ત્વને ઉપલબ્ધ કરી શક્યો છું. રાજાએ જિનવાણી શ્રવણ કરવાની અભિલાષા પ્રગટ કરી. સુબુદ્ધિએ તેને ચાતુર્યામ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા પણ શ્રમણોપાસક બની ગયા.
એકદા સ્થવિર મુનિઓનું ચંપામાં પદાર્પણ થયું. રાજા, પ્રધાન અને પ્રજાએ ધર્મોપદેશ સાંભળ્યો. સુબુદ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી. રાજાએ થોડો સમય સંસારમાં રહેવાનું પછી સાથે દીક્ષા લેવાનું કહ્યું. સુબુદ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર કર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી, અંતે જન્મ
Jain Education International
rivate & Personal use