________________
ઉs
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
દાંત દેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાધનાને માટે ઉદ્યત બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવદ્રવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઈએ. શિક્ષા–પ્રેરણા :- આ અધ્યયનમાં કહેવાયેલ દાવદ્રવ વૃક્ષની સમાન સાધુ છે. દ્વિપના વાયુની સમાન સ્વપક્ષી સાધુ આદિના વચન છે, સમુદ્રના વાયુની સમાન અન્યતીર્થિકોના વચન છે અને પુષ્પ, ફલ આદિની સમાન મોક્ષમાર્ગની આરાધના છે, તેમ સમજવું.
જેમદ્વિીપના વાયુના સંસર્ગથી વૃક્ષની સમૃદ્ધિ બતાવી છે તે પ્રકારે સાધર્મિકના દુર્વચન સહેવાથી મોક્ષમાર્ગની આરાધના અને અન્યતીર્થિકના દુર્વચન ન સહેવાથી વિરાધના સમજવી જોઈએ. અન્યતીર્થિકોના દુર્વચન ન સહેવાથી મોક્ષમાર્ગની અલ્પ વિરાધના થાય છે.
જે પ્રકારે સમુદ્રી વાયુના સંસર્ગથી પુષ્પ આદિની થોડી સમૃદ્ધિ અને બહુ અસમૃદ્ધિ બતાવી, તે જ પ્રકારે પરતીર્થિકોના દુર્વચન સહન કરવા અને સ્વપક્ષના સહન ન કરવાથી થોડી આરાધના અને બહુ વિરાધના હોય છે.
બન્નેના દુર્વચન સહન ન કરવાથી એટલે ક્રોધાદિ કરવાથી સર્વથા વિરાધના થાય છે અને સંપૂર્ણ સહન કરવાથી સર્વથા આરાધના થાય છે. તેથી સાધુએ બધા જ દુર્વચન કે દુર્વ્યવહારોને ક્ષમાભાવથી સહન કરવા જોઈએ.
તાત્પર્ય એ છે કે દુર્વચન સાંભળીને જેનું ચિત્ત કલુષિત થતું નથી, તે હકીકતમાં સહનશીલ કહેવાય છે અને તે આરાધક થાય છે. આ રીતે આરાધક બનવા માટે ક્ષમા, સહિષ્ણુતા, વિવેક, ઉદારતા આદિ અનેક ગુણોની આવશ્યકતા હોય છે. એથી દુર્વચન સહન કરવા એ મુનિની અનિવાર્ય ફરજ બને છે.
અધ્યયન : ૨
જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનઃ
ચંપાનગરીના રાજાજિતશત્રુના સુબુદ્ધિ નામના પ્રધાન હતા. રાજાજિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા, જ્યારે સુબુદ્ધિ અમાત્ય શ્રમણોપાસક હતા.
એક દિવસનો પ્રસંગ હતો. રાજા અન્ય અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન કરી રહ્યા હતા. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. ભોજન કર્યા બાદ ભોજનના સ્વાદિષ્ટપણાથી વિસ્મિત રાજાએ ભોજનની ભૂરિભૂરિ પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. સુબુદ્ધિ પ્રધાન તે વખતે હાજર હતા છતાં તેમણે મૌન સેવ્યું.
સુબુદ્ધિનું મૌન જાણી રાજાએ વારંવાર ભોજનની પ્રશંસા કરી, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org