________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
તેનાથી ઉલ્ટું, મનુષ્ય જો સદ્ગુણોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો અંતે તે ગુણોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એટલે કે અવગુણને ઉત્પન્ન થતાની સાથે જ ડામી દેવા જોઈએ અને સદ્ગુણોના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
૩૫
આ અધ્યયનથી એ જાણવા મળે છે કે દીક્ષા ગ્રહણ કરતાં મુનિ શુક્લપક્ષની દ્વિતીયાનો ચંદ્રમા બને છે. પૂર્ણિમાના ચંદ્ર બનવા માટે નિરંતર સાધુના ગુણોનો વિકાસ કરતા રહેવું જોઈએ.
આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક પ્રકારના નિમિત્ત કારણભૂત હોય છે, ગુણોના વિકાસ માટે સદ્ગુરુનો સમાગમ બહિરંગ નિમિત્ત કારણ છે તો ચારિત્રાવરણકર્મનો ક્ષયોપશમ અને અપ્રમાદવૃત્તિ અંતરંગ નિમિત્ત કારણ છે. બન્ને પ્રકારના નિમિત્ત કારણોના સંયોગથી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે.
અધ્યયન : ૧૧
દાવદ્રવ વૃક્ષ -
સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે; જ્યારે (૧) દ્વીપનો વાયુ વાય છે ત્યારે વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (૨) સમુદ્રનો વાયુ વાય તો ઘણા કરમાઈ જાય છે અને થોડા ખીલે છે. (૩) કોઈપણ વાયુ નથી વાતો ત્યારે બધા કરમાઈ જાય છે અને (૪) બન્ને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે, સુશોભિત થાય છે.
દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે– (૧) પ્રથમ પ્રકારના શ્રમણ સ્વતીર્થિક સાધુ-સાધ્વી આદિના પ્રતિકૂળ વચન આદિને સમ્યક્ રીતે સહન કરે પરંતુ અન્યતીર્થિક કે ગૃહસ્થના પ્રતિકૂળ વચનોને સહન ન કરે. (૨) બીજા પ્રકારના શ્રમણ અન્યતીર્થિકના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરે પરંતુ સ્વતીર્થિકોના દુર્વચનને સહન ન કરે. (૩) ત્રીજા પ્રકારના શ્રમણ કોઈના પણ દુર્વચનોને સહન ન કરે. (૪) ચોથા પ્રકારના શ્રમણ બધાના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરે.
ન
(૧) પ્રથમ વિભાગવાળા દેશ વિરાધક છે. (૨) દ્વિતીય વિભાગવાળા દેશ આરાધક છે. (૩) તૃતીય વિભાગવાળા સર્વ વિરાધક છે. (૪) ચતુર્થ વિભાગવાળા સર્વ આરાધક છે.
(૧) સર્વવિરાધક બધાથી નિમ્ન કક્ષાના શ્રમણ છે. (૨) તેનાથી દેશ– આરાધક શ્રેષ્ઠ છે. (૩) તેનાથી દેશવિરાધક શ્રેષ્ઠ છે. (૪) સર્વઆરાધક બધાથી શ્રેષ્ઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org