SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ ભગવાન સમીપે સંયમ ગ્રહણ કરી, પ્રથમ ભવ દેવલોકનો પૂર્ણ કરી મહાવિદેહથી મોક્ષે જશે. આ પ્રેરણાપ્રદ દષ્ટાંતને સ્મૃતિ પટલ ઉપર રાખી, ત્યાગેલા ભોગની આકાંક્ષા કે યાચના ન કરવી જોઈએ. પૂર્ણ વિરકત ભાવોથી સંયમ તપમાં રમણ કરતાં વિચરવું જોઈએ. અધ્યયન : ૧૦," | ચંદ્રની કળા: પ્રસ્તુત અધ્યયનમાં કોઈ કથાનું વર્ણન કરવામાં આવ્યું નથી પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને હ્રાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વખત ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો– ભંતે ! જીવ કયા કારણથી વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત કરે છે? ગૌતમ! જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપદાનો ચંદ્રમા, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટિથી હીન હોય છે, ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે, પક્ષાંતે અમાવસ્યાના દિને પૂર્ણ રૂપે વિલીન(નષ્ટ) થઈ જાય છે. તેવી રીતે જે સાધક અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને છે ત્યાર પછી જો તે ક્ષમા, માર્દવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન બને છે અને ઉત્તરોત્તર હીનતર થતો જાય છે. તે અનુક્રમે પતનની તરફ આગળ વધતો જાય છે અને અંતે અમાવાસ્યાના ચંદ્રની સમાન પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે તેમજ એક દિવસ સંયમ રહિત બને છે. વિકાસ એટલે કે વૃદ્ધિનું કારણ તે તેનાથી વિપરીત છે. શુક્લપક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવાસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ વર્ણ, કાન્તિ, પ્રભા, સૌમ્યતા, સ્નિગ્ધતા આદિની દષ્ટિએ અધિક હોય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. પૂર્ણિમાના દિવસે તે પોતાની સમગ્ર કલાઓથી ઉદિત થાય છે, મંડળથી (ગોળાઈથી)પણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે જે સાધુ પ્રવ્રજયા અંગીકાર કરી ક્ષમા, શાંતિ, સંતોષ, સરલતા, લઘુતા, બ્રહ્મચર્ય આદિ ગુણોનો ક્રમથી વિકાસ કરે છે તે અંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ સંપૂર્ણ પ્રકાશમય બની જાય છે. તેની અનંત આત્મ જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. શિક્ષા–પ્રેરણા - અધ્યયન સંક્ષિપ્ત છે પણ તેના ભાવ ગૂઢ છે. માનવજીવનનું ઉત્થાન અને પતન તેના ગુણો અને અવગુણો ઉપર અવલંબિત છે. કોઈપણ અવગુણ પ્રારંભે અલ્પ હોય છે. તેની જ ઉપેક્ષા કરવામાં આવે તો તે અવગુણ ચરમ સીમાએ પહોંચી જાય છે. અંતે જીવનને પૂર્ણ અંધકારમય બનાવી દે છે. Jain Education international For Private & Personal use www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy