________________
કથાશાસ્ત્ર: જ્ઞાતા ધર્મકથા સૂત્ર
૨૨
તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે બુલંદ અવાજે ઘોષણા કરતો હતો તીરથમિ
પત્તયામિ. અર્થાત્ કોને તારું અને કોને પાળું? એક દિવસ બન્ને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓએ પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી.
શૈલક યક્ષે તેમની પ્રાર્થનાનો સ્વીકાર તો કર્યો પણ શરતની સાથે કહ્યું – રત્નાદેવી અત્યંત પારિણી, ચંડા, રૌદ્રા, ક્ષુદ્રા અને સાહસિકા છે. જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે તેણી અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે, મીઠી મીઠી વાતો કરશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તëણે મારી પીઠ ઉપરથી તમને સમુદ્રમાં ફેંકી દઈશ. પ્રલોભનમાં ન ફસાતાં, મનને દઢ રાખશો તો તમને હું ચંપાનગરી પહોંચાડી દઈશ.
શૈલક યક્ષે બન્નેને પીઠ ઉપર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડ્યું. રત્નાદેવી જ્યારે પાછી વળી અને બન્નેને ન જોયા ત્યારે અવધિજ્ઞાનથી જાણી લીધું કે તેઓ મારી ચૂંગાલમાંથી ભાગી છૂટયા છે. તેણીએ તીવ્ર ગતિએ તેઓનો પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ કર્યો. પરંતુ જિનપાલિત શૈલક યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. તેણે મનને અંકુશમાં રાખ્યું પરંતુ જિનરક્ષિતનું મન ડગી ગયું. શૃંગાર અને કરુણાજનક વાણી સાંભળી તેને રત્નાદેવી પ્રત્યે અનુરાગ પ્રગટયો.
પોતાની પ્રતિજ્ઞાનુસાર યક્ષે તેને પીઠ ઉપરથી પછાડયો અને નિર્દયી રત્નાદેવીએ તલવાર ઉપર ઝીલી ટુકડે ટુકડા કર્યા. જિનપાલિત પોતાના મન ઉપર નિયંત્રણ રાખી દઢ રહ્યો અને સકુશલ ચંપા નગરીમાં પહોંચી ગયો. પારિવારિક જનોને મળી, માતા પિતાની કૃપા પ્રાપ્ત કરી; અને તેમની શિક્ષા ના માનવાને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. શિક્ષા–પ્રેરણા – જે નિર્ઝન્ય અથવા નિર્ગુન્શી આચાર્ય, ઉપાધ્યાયની સમીપે પ્રવ્રજિત થયા પછી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે તે આ ભવમાં નિંદનીય બને છે, અનેક કષ્ટોને પ્રાપ્ત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે તેની દશા જિનરક્ષિત જેવી થાય છે.
પાછળ જોનાર જિનરક્ષિત ડૂબી ગયો અને પાછું ન જોનાર જિનપાલિત નિર્વેિદનપણે યથા સ્થાને પહોંચી ગયો. તેવી રીતે ચારિત્રવાન મુનિએ વિષયોમાં અનાસક્ત રહી ચારિત્રનું પાલન કરવું જોઈએ.
જે નિર્ઝન્થ અને નિર્ગુન્થીઓ મન તથા ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને અંતિમ શ્વાસ સુધી દઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞામાં રત રહે છે તેનું સંયમ જીવન ધન્ય બની જાય છે, તેઓ ભવભ્રમણના દુઃખોથી મુક્ત બની જાય છે. જેમકે જિનપાલે રત્નાદેવીની ઉપેક્ષા કરી તો સુરક્ષિત જીવનની સાથે ઘેર પહોંચી ગયા અને અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org