________________
૨૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત-૧
ઘણી રીતે સમજાવવા છતાં યુવાનીના જોશમાં તેઓ માન્યા નહિ અને યાત્રા કરવા નીકળી પડ્યા. સમુદ્રમાં ઘણે દૂર નીકળી ગયા પછી માતા-પિતાના વચનો તાદશ થયા. આકાશમાં ભીષણ ગર્જના થઈ. આકાશમાં વિજળી તાંડવ નૃત્ય કરવા લાગી. પ્રલયકાળ જેવી ભયંકર આંધીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. જિનપાલિત અને જિનરક્ષિતનું વહાણ તે આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. વ્યાપરને અર્થે જે માલ ભર્યો હતો તે સાગરના ગર્ભમાં સમાઈ ગયો. બન્ને ભાઈ નિરાધાર થઈ ગયા. તેમણે જીવવાની આશા છોડી દીધી. માતા-પિતાની વાતનો અસ્વીકાર કરવા બદલ ભારે પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
સંયોગાધીન વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતાં તરતાં સમુદ્રના કિનારે આવવા લાગ્યા. જે પ્રદેશમાં આવ્યા તે રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્યભાગમાં રત્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક અત્યંત સુંદર મહેલ હતો, જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા.
રત્નાદેવીએ અવધિજ્ઞાન દ્વારા માર્કદીયપુત્રોને મુશ્કેલીમાં ફસાયેલા સમુદ્રકિનારે જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી- જો તમે બંને જીવિત રહેવા ઇચ્છતા હો તો મારી સાથે ચાલો અને મારી સાથે વિપુલ ભોગ ભોગવતા આનંદપૂર્વક રહો. જો મારી વાત નહીં માનો, ભોગનો સ્વીકાર નહિ કરો તો આ તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ.
માનન્દીય પુત્રોની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર કર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા.
ઇન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત દેવે રત્નાદેવીને લવણસમુદ્રની સફાઈને માટે નિયુક્ત કર્યા હતા. સફાઈને માટે જતાં તેણે માર્કદીય પુત્રોને ત્રણ દિશામાં સ્થિત ત્રણ વનખંડમાં જવા એવં ક્રીડા કરવાની અનુજ્ઞા આપી. પરંતુ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો નિષેધ કર્યો. વળી કહ્યું કે ત્યાં એક અત્યંત ભયંકર સર્પ રહે છે, ત્યાં જશો તો મૃત્યુ પામશો. - એક વખત બને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? દેવીએ શા માટે મનાઈ કરી છે? આવું જાણવાની કુતૂહલ વૃત્તિ પેદા થઈ. તેઓ દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક પુરુષને શૂળી ઉપર ચઢેલો જોયો. પૂછતાં ખ્યાલ આવ્યો કે માર્કદીયપુત્રોની જેમ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધના કારણે દેવીએ શૂળીએ ચઢાવી દીધો.
તેની કરુણ કહાની સાંભળી માર્કદીયપુત્રોનું હૃદય કંપી ઉઠયું. પોતાના ભવિષ્યની કલ્પનાથી તેઓ શોકમગ્ન બની ગયા. મુક્તિ માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અધ્વરૂપધારી શૈલક નામનો યક્ષ રહેતો હતો. અષ્ટમી આદિ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org