________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
સહવર્તીઓનો સહયોગ અને પરિગ્રહની સીમામાં સતર્ક રહેવું, મનને લોભાન્વિત ન કરવું ઇત્યાદિક પ્રેરણા ગ્રહણ કરવા જેવી છે.
(૧૦) પોતાની કળામાં કોઈ ગમે તેટલો નિપુણ હોય છતાં પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ન હોય તો તેને લાભ અને યશની જગ્યાએ દુઃખ અને તિરસ્કારની પ્રાપ્તિ થાય છે. દા.ત.- મિથિલાનો કુશળ ચિત્રકાર.
૩૧
(૧૧) શુચિ મૂલક ધર્મમાં પાણીના જીવોનો આરંભ કરી તેને ધર્મ તથા મુક્તિમાર્ગ માનવામાં આવે છે, જે અશુદ્ધ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતને લોહીથી લોહીની શુદ્ધિ કરવાની વૃત્તિની ઉપમા આપવામાં આવી છે. તેથી મુમુક્ષુ આત્માએ છ કાયના જીવોની કોઈપણ ઉદ્દેશથી કરવામાં આવેલી હિંસા મોક્ષદાયક ન માનવી.
સબ જીવ રક્ષા યહી પરીક્ષા, ધર્મ ઉસકો જાનીયે
જહાં હોત હિંસા નહીં હૈ સંશય, અધર્મ વહી પહચાનીયે.
(૧૨) મલ્લિનાથ ભગવાનની નિર્વાણ તિથિનું વર્ણન કરતાં સૂત્રમાં કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસનો બીજો પક્ષ અને ચૈત્ર સુદિ ચતુર્થીના દિને ૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વીજીઓની સાથે ભગવાન મોક્ષે પધાર્યા.
અહીં ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે મહિનાનો પ્રથમ પક્ષ વદ અને બીજો પક્ષ સુદિ કહ્યો છે. તેથી એ સિદ્ધ થાય છે કે જૈન સિદ્ધાંતાનુસાર અમાસને અંતે મહિના કે વર્ષ નથી થતા પણ મહિના અને વર્ષ પૂર્ણિમાને અંતે થાય છે. ઋતુ પણ પૂર્ણિમાને અંતે પૂર્ણ થાય છે.
અધ્યયનઃ ૯
જિનપાલ અને જિનરક્ષિત =
ચંપાનગરીના માકંદી સાર્થવાહને બે પુત્ર હતા— જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણસમુદ્રની યાત્રા કરી ચૂક્યા હતા. તેની યાત્રાનો ઉદ્દેશ વ્યાપાર કરવાનો હતો. તેઓ જ્યારે પણ સમુદ્રયાત્રાએ ગયા, ત્યારે સફળતા પ્રાપ્ત કરી પાછા વળ્યા. તેથી તેમનું સાહસ વધવા લાગ્યું. તેઓએ બારમી વખત સમુદ્રયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. માતા-પિતા પાસેથી અનુમતિ માંગી.
માતા-પિતાએ તેમને યાત્રા કરવાની અનિચ્છા દર્શાવી. પુત્રો ! આપણી પાસે વડીલોપાર્જિત ધન સંપત્તિ પ્રચુર પ્રમાણમાં છે. સાત પેઢી બેઠાં બેઠાં ઉપભોગ કરશે છતાં ખૂટશે નહિ. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી છે; તો પછી અનેકાનેક વિઘ્નોથી પરિપૂર્ણ સમુદ્રયાત્રા કરવાની આવશ્યકતા શી છે ? બારમી યાત્રા સંકટોથી ભરપૂર હોય છે. તેથી યાત્રાનો વિચાર સ્થગિત કરી દો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org