________________
૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧
(૩) ઇચ્છા પર કાબૂ ન રાખતી વ્યકિત પ્રાપ્ત થયેલા પૂર્ણ સુખોમાં પણ અસંતુષ્ટ રહે છે અને અપ્રાપ્તની લાલસામાં ગોથાં ખાય છે. દા.ત. છએ રાજા પરિવાર સંપન્ન હોવા છતાં મલ્લિકુમારીનું વર્ણન સાંભળી તેમાં આસક્ત થઈ યુદ્ધ કરવા ગયા. આ બધી અસંતોષવૃત્તિ છે. જ્ઞાની થવાનું ફળ એ છે કે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં સંતોષ માની ઉત્તરોત્તર તેમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવી. (૪) મોહનો નશો વધારે ચઢયો હોય તો તે નશો પ્રેમ અને ઉપદેશથી એક વાર ઉતરતો નથી પરંતુ એક વખત પ્રતિકૂળ ભયંકર પરિસ્થિતિ આવતાં કુશળ ઉપદેશકનો સંયોગ થાય તો જરૂર જીવન પરિવર્તિત થઈ જાય છે. (૫) મલ્લિકુમારીએ એંઠા કોળિયા મૂર્તિમાં નથી નાખ્યા પરંતુ એક કોળિયા જેટલો શુદ્ધ આહાર નાખ્યો હતો. દ્વાર બંધ રહેવાથી અનાજ સુકાતું નહિ તેથી તેમાં દુર્ગધ પેદા થઈ પરંતુ સમૃદ્ઘિમ કે ત્રસ જીવોની ઉત્પત્તિ નથી થઈ. વિવેકભર પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વિશાળ ભવન, જાલિગ્રહ અને પૂતળી આદિની આરંભજન્ય નિર્માણ પ્રવૃત્તિની સાથે આહારની દુર્ગધની પ્રવૃત્તિનો આરંભ મહત્વનો નથી અર્થાત્ ભવનના નિર્માણ માટે પૃથ્વી, પાણી, અગ્નિ આદિના આરંભ સામે આહારનો દુર્ગધિત થવાનો આરંભ નગણ્ય સમજવો જોઈએ. () પોતાની ભૌતિક ઋદ્ધિમાં કયારેય ફુલાવું ન જોઈએ. સંસારમાં કેટલાય એક એકથી અધિક ચડિયાતા વૈભવશાળી જીવો હોય છે. કૂપમંડૂક ન બનતાં વિશાળ દષ્ટિ રાખવી જોઈએ. (૭) પરીક્ષાની ઘડીઓ જ્યારે આવે છે ત્યારે ખૂબ ગંભીર અને સહનશીલ બનવું જોઈએ. તે સમયે લોકનિંદા, તિરસ્કાર અને કષ્ટોની ઉપેક્ષા કરવી જોઈએ. દા.ત. અહંન્નક શ્રાવકે દેવ ઉપદ્રવ આવ્યો જાણી ઉક્ત ગુણોને ધારણ કરી નિર્ભય દઢ મનોબળની સાથે કામ લીધું. ત્યારે માનવની શાંતિ અને ધૈર્ય પાસે વિકરાળ દાનવની શક્તિ વિનષ્ટ થઈ અને દેવ નતમસ્તક બની ગયો. (૮) પરિગ્રહની મર્યાદાવાળો શ્રાવક અકસ્માતું પ્રાપ્ત થતી સંપત્તિને પોતાની પાસે નથી રાખતો. જેવી રીતે અહંન્નક શ્રાવકને દેવાધિષ્ઠિત કંડલની બે જોડ મળી છતાં બન્ને રાજાઓને ભેટ સ્વરૂપે આપી દીધી. (૯) સમૃદ્ધ શ્રાવક પોતાની આજુબાજુમાં રહેનારા સામાન્ય પરિસ્થિતિ વાળા જન સમુદાયને વ્યાપારમાં અનેક પ્રકારનો સહયોગ આપે તો તેની અનુકંપા અને સાધર્મિક સાથેનો સહાનુભૂતિનો વ્યવહાર ગણાય. તે શ્રાવક માટે અનિવાર્ય ફરજ છે. જેથી વ્યાવહારિક રીતે ધર્મ અને ધર્મીઓ પ્રશસિત થાય છે. જીવો પ્રત્યે ઉપકાર થાય છે.
can સારાંશ એ છે કે અહંન્નક શ્રાવકના જીવનમાંથી ધર્મમાં દઢતા, ,
Jain Education the
કે શ્રાવકના જીવન For private & Personal Use Only
માં તા. www.jaimebialy.org