________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
૨૯
આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાને વૈરાગ્ય આવ્યો. ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મૂકી દીધા. તે સમયે વાતાવરણમાં અનુરાગને બદલે વૈરાગ્ય છવાઈ ગયો. તે વખતે મલ્લિ રાજકુમારીએ દીક્ષા અંગીકાર કરવાનો સંકલ્પ કર્યો.
તીર્થકરોની પરંપરાનુસાર વાર્ષિકદાન દીધા પછી પ્રવ્રજ્યા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અંતે બધાએ મુક્તિ મેળવી. મલ્લિ ભગવતી ચૈત્ર સુદ ૪ના દિને નિર્વાણ-મોક્ષ પધાર્યા.
કુંભરાજા અને પ્રભાવતી રાણીએ શ્રાવકવ્રત સ્વીકાર્યા હતા. છએ રાજાઓ સંયમ અંગીકાર કરી, ચૌદ પૂર્વી બની અને મોક્ષમાં ગયા. મલ્લિનાથ તીર્થકરના ૨૮ ગણધર હતા. રપ ધનુષ્યની ઉંચાઈ હતી.મલ્લિકુમારી ૧૦૦ વર્ષ ઘરમાં રહ્યા અને કુલ ૫૫ હજાર વર્ષની ઉંમર ભોગવી. પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબલના ભવમાં ૮૪ લાખ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું હતું. કુલ ઉંમર ત્યાં ૮૪ લાખ પૂર્વની હતી. ત્યાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાના ૨૦ બોલ આ પ્રમાણે છે
(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) જિન સિદ્ધાંત (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી- આ સાતની ભકિત, બહુમાન, ગુણ-કીર્તન કરવાથી (૮) વારંવાર જ્ઞાનમાં ઉપયોગ કરવાથી (૯) દર્શન શુદ્ધિ (૧૦) વિનય (૧૧) ભાવયુક્ત પ્રતિક્રમણ (૧૨) નિરતિચાર સંયમનું પાલન (૧૩) અપ્રમત્ત જીવન (૧૪) તપસ્યા (૧૫) ત્યાગ, નિયમ અથવા દાન (૧૬) અપૂર્વજ્ઞાન ગ્રહણ (૧૭) સમાધિભાવમાં રહેવું અથવા બીજાને શાતા ઉપજાવવી (૧૮) સેવા કરવી (૧૯) શ્રુત ભક્તિ (૨૦) જિનશાસનની પ્રભાવના કરવી.
- ઉપરોક્ત બોલોમાંથી એક અથવા એકથી વધુ બોલનું સેવન કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તો તીર્થકર નામકર્મનો બંધ થાય છે. આ બંધ પડ્યા પછી ત્રીજા ભવમાં અવશ્ય તીર્થકર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. શિક્ષા-પ્રેરણા - (૧) ધર્મકાર્યમાં પણ સરલતા હોવી અત્યંત આવશ્યક છે. અતિશય હોશિયારી કે કપટભાવ ક્ષમ્ય નથી. વિશિષ્ટ તપ-સાધના કાળમાં નહિવત્ માયા દ્વારા મહાબળના જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ અને સ્ત્રીવેદનો બંધ થઈ ગયો, જેનું ફળ તીર્થકર બન્યા પછી પણ ભોગવવું પડ્યું. (૨) મિત્રોની સાથે કયારે ય દ્રોહ(વિશ્વાસ ઘાત કરવો) નહિ. સાથે સંયમ લેવાનું
વચન આપ્યું હોય તો પણ સમય આવતાં પૂર્ણ કરવું. જેવી રીતે મહાબલના છ Jai મિત્ર રાજા હોવા છતાં સાથે જ દીક્ષા લીધી.onal Use Only,
www.jainelibrary.org