________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
મલ્લિકુમારી જે ભોજનપાન કરતી તેનો એક કોળિયો મસ્તકના છિદ્રમાંથી પ્રતિમામાં નાખતી. જે ભોજન અંદર ગયા પછી સડી જતું અને અત્યંત દુર્ગંધ ઉત્પન્ન થતી. પરંતુ ઢાંકણું ઢાંકવાથી તે દુર્ગંધ દબાયેલી રહેતી. જ્યાં મૂર્તિ હતી તેની ચોપાસ જાલીગૃહ પણ બનાવડાવ્યું હતું. તે ગૃહમાં બેસી પ્રતિમાને સ્પષ્ટ જોઈ શકાતી. પણ તે ગૃહમાં બેઠેલા એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
૨૦
આ તરફ છએ રાજા મલ્લિકુમારી સાથે પરણવાના સંકલ્પ સહિત મિથિલામાં આવી પહોંચ્યા. રાજા દ્વિધામાં પડયા. છએ રાજા પરસ્પર ભળી ગયા. કુંભે તેમનો સામનો કર્યો પણ એકલા શું કરી શકે? આખરે કુંભ પરાજિત થઈ મહેલમાં ભરાઈ ગયા. જિ વર્તવ્ય મૂઢ બની ગયા.
રાજકુમારી મલ્લિ પિતાને પ્રણામ કરવા ગઈ. પિતા ઊંડી ચિંતામાં હોવાથી તેઓને મલ્લિના આગમનનું ભાન ન રહ્યું. ત્યારે મલ્લિકુમારીએ ચિંતાનું કારણ પૂછ્યું– રાજાએ બધો વૃત્તાંત જણાવ્યો. મલ્લિકુમારી એ કહ્યું– પિતાજી! ચિંતાનો ત્યાગ કરો અને પ્રત્યેક રાજા પાસે ગુપ્ત રૂપે દૂતને મોકલી કહેડાવી દો કે– મલ્લિકુમારી તમને જ આપવામાં આવશે. ગુપ્ત રીતે સંધ્યા સમયે રાજમહેલમાં આવી જજો. આવતાં જ તેઓને જાલીગૃહમાં અલગ અલગ મોકલી દેજો.
કુંભરાજાએ તેમજ કર્યું. છએ રાજા મલ્લિકુમારીને પરણવાની આશાથી ગર્ભગૃહમાં આવી પહોંચ્યા. સવાર થતાં જ બધાએ મલ્લિકુમારીની મૂર્તિ જોઈ માની લીધું કે આ જ મલ્લિકુમારી છે. તે તરફ અનિમેષ દષ્ટિએ જોવા લાગ્યા. મલ્લિ સાક્ષાત ત્યાં ગઈ અને મૂર્તિના મસ્તક ઉપરનું છિદ્ર ખુલ્લું કર્યું. ભયંકર બદબૂ ફેલાવા લાગી. દુર્ગંધ અસહય બની. બધા ગભરાઈ ઉઠ્યા. બધાએ નાકે ડૂચા માર્યા. વિષયાસક્ત રાજાઓને પ્રતિબોધવાનો સમય હતો. નાક મોઢું બગાડવાનું કારણ પૂછતાં બધાનો એક જ જવાબ આવ્યો કે અસહ્ય બદબૂ.
દેવાનુપ્રિયો ! આ મૂર્તિમાં દરરોજ એક એક કોળિયો નાખવાથી આવું અનિષ્ટ અને અમનોજ્ઞ પરિણામ આવ્યું તો આ ઔદારિક શરીરનું પરિણામ કેટલું અશુભ, અનિષ્ટ અને અમનોજ્ઞ હશે? આ શરીર તો મળ-મૂત્ર, લોહી આદિનું ભાજન છે. તેના પ્રત્યેક દ્વારમાંથી ગંદા પદાર્થો વહી રહ્યા છે. સડવું અને ગળવું તેનો સ્વભાવ છે. એના પરથી ચામડાની ચાદરને દૂર કરવામાં આવે તો શરીર કેટલું અસુંદર એટલે કે બીભત્સ દેખાય ? ગીધ-કાગડાઓનું ભક્ષ્ય બની જાય. આવા અમનોજ્ઞ શરીર ઉપર શા માટે મોહિત થયા છો?
આ પ્રમાણે સંબોધન કરી મલ્લિકુમારીએ પૂર્વભવ કહ્યો. કેવી રીતે દીક્ષા લીધી, માયા-કપટ કર્યું, દેવપર્યાયમાં ઉત્પન્ન થઈ ઇત્યાદિક વર્ણન કહી સંભળાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org