________________
કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર
દ્વારા જ સ્વર્ગગમનનું કથન કરતી. એકદા તેણી મલ્લિકુમારીના ભવનમાં આવી યોગ્ય સ્થાનમાં પાણી છાંટી, ઘાસ બીછાવી તેના પર આસન પાથરી બેસી ગઈ. મલ્લિકુમારીને ધર્મનો ઉપદેશ દેવા લાગી. મલ્લિકુમારીએ ચોક્ખા પરિવ્રાજિકાને પૂછ્યું કે તમારા ધર્મનું મૂળ શું છે? તેણે કહ્યું કે અમારો શૂચિમૂલક ધર્મ છે. જલથી બધા પદાર્થને તથા સ્થાનને પવિત્ર કરી શકાય છે. આવી રીતે જીવ પણ પવિત્ર થઈ સ્વર્ગમાં જાય છે.
રા
મલ્લિએ પુછ્યું– લોહીથી રંગાયેલા કપડાને લોહીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ શકે? તેવી જ રીતે પાપ સેવનથી ભારે બનેલ આત્મા ફરીને હિંસાદિ પાપોનું સેવન કરવાથી મુકત થાય છે? પવિત્ર થાય છે?
ચોક્ખા પરિવ્રાજિકા નિરુત્તર થઈ ગઈ અને દાસીઓ દ્વારા તેને અપમાનિત કરતાં કાઢી મૂકવામાં આવી. તેથી તે પરિવ્રાજિકાએ મિથિલા છોડી કપિલપુર નગરમાં અન્ય પરિવ્રાજિકાઓના ભવનમાં સ્થાન જમાવ્યું. ત્યાંથી પણ એક વખત રાજભવનમાં ગઈ. રાજા જિતશત્રુએ ઉચિત સન્માન કર્યું.
ચોક્ખા પરિવ્રાજિકા પાણી છાંટી, ઘાસ પાથરી તેની ઉપર આસન રાખી બેસી ગઈ. રાજાએ ક્ષેમકુશળ પૂછ્યા. ત્યારબાદ પરિવ્રાજિકાએ દાનધર્મ, શુચિધર્મ તથા તીર્થસ્નાન ધર્મની પ્રરૂપણા કરી. ઉપદેશ આપ્યો. રાજા પોતાની રાણીઓ સાથે બેઠો હતો. તે પોતાની રાણીઓના સૌંદર્ય ઉપર મુગ્ધ હતો. તેણે ચોક્ખાને પૂછી લીધું કે મારા અંતઃપુર જેવું અન્ય કોઈનું અંતઃપુર જોયું છે ?
ચોક્ખાએ રાજાનો ઉપહાસ કર્યો અને કહ્યું – તું તો કૂવાના દેડકા જેવો છે. એમ કહી કૂપમંડુકનું દૃષ્ટાંત આપ્યું. અંતે રાજાની પાસે મલ્લિકુમારીના રૂપ, યૌવન, ગુણાદિની પ્રશંસા કરી અને ચાલી ગઈ. રાજાએ મલ્લિકુમારીના ગુણોથી આકર્ષિત થઈ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
આ પ્રકારે છએ રાજાઓને એક સાથે સંકલ્પ થયો અને તેઓએ પોતપોતાના દૂતોને મિથિલાનગરીમાં મોકલ્યા. છએ દૂતો એક સાથે પહોંચ્યા. બધાને એક સાથે આવેલા જોઈ રાજા ક્રોધાવિષ્ટ થયા તથા બધાનું અપમાન કરીને કાઢી મૂક્યા.
મલ્લિકુમારી અવધિજ્ઞાન સહિત હતા. જ્ઞાન દ્વારા તેમણે પોતાના છએ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. ભવિષ્યમાં થવાની ઘટનાથી પણ તે અજાણ્યા નહોતા. તેથી તેનો પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી પણ કરી લીધી હતી. મલ્લિએ પોતાના જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું, જે અંદરથી પોલી હતી; તેના મસ્તકમાં એક મોટું છિદ્ર મૂકવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org