________________
૨૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧,
જેવી શ્રેષ્ઠ સુંદર છે તેવી બીજી કન્યા આ જગતમાં મળે નહીં. આ વાકયો સાંભળી રાજાએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. (૩) રાજા રુકિમઃ- કુણાલદેશના રાજા રુક્મિની પુત્રી સુબાહુકુમારીનો ચાતુર્માસિક સ્નાન મહોત્સવ ઉજવવામાં આવ્યો. ત્યાર પછી તે રાજકુમારી રાજાને ચરણવંદન કરવા આવી. રાજાએ પુત્રીને ખોળામાં બેસાડી. તેના રૂપલાવણ્યથી અતિ વિસ્મિત થયો. તેમણે અંતઃપુરમાં રહેવાવાળા વર્ષધરને પૂછ્યું કે આવો ચાતુર્માસિક મહોત્સવ કયાંય જોયો છે? ઉત્તરમાં તેણે મલ્લિકુમારીનો સ્નાન મહોત્સવ વર્ણવી કહ્યું કે આ મહોત્સવ તો તેના લાખમાં ભાગ બરાબર પણ નથી. આ સાંભળી મિરાજાએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. (૪) રાજા શંખ – એક વખત મલ્લિકુમારીના દિવ્ય કુંડલ તૂટી ગયા. રાજાએ સોનીને બોલાવી કુંડલ વ્યવસ્થિત કરવાનું કહ્યું પણ દિવ્ય વસ્તુ હોવાથી તે કાર્ય કોઈ કરી ન શક્યું. કુંભ રાજાએ અપ્રસન્ન થઈદેશનિકાલની સજા કરી. તે સોની ત્યાંથી નીકળી વારાણસી નગરીમાં આવ્યા અને શંખ રાજા પાસે રહેવાની અનુમતિ માંગી. રાજાએ વિશેષ પૂછતાં દેશનિકાલનું કારણ પણ બતાવ્યું. રાજાએ પૂછ્યું કે તે મલ્લિકુમારી કેવી છે? પ્રત્યુત્તરમાં સુવર્ણકારે તેના રૂપ યૌવનની પ્રશંસા કરતા થકા બતાવ્યું કે આ સંસારમાં તેની સરખામણી કરી શકે તેવી કોઈ કન્યા નહીં હોય. આ સાંભળી રાજાએ મલ્લિકુમારી સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો. (૫) રાજા અદીનશત્રુ – મલ્લિકુમારીના ભાઈ મલ્લદિન કુમારે એક સુંદર ભવ્યચિત્રશાળા બનાવડાવી. કોઈચિત્રકારે એકદા મલ્લિકુમારીના પગનો અંગુઠો જોઈ લીધો; તે ઉપરથી મલ્લિકુમારીનું સંપૂર્ણ રૂપ ચિત્રિત કરવાનો સંકલ્પ કર્યો. તેણે આ ચિત્રશાળામાં જ યોગ્ય સ્થાને સાક્ષાત્ તેનું રૂપ ચિતર્યું. ચિત્રશાળાનું કાર્ય પૂર્ણ થતાં કુમાર પોતાની રાણીઓ સહિત ત્યાં જોવા આવ્યો. અચાનક મલ્લિકુમારીને જોઈ લજજા પામ્યો. તેને એટલો પણ ખ્યાલ ન આવ્યો કે આ મલ્લિકુમારીનું ચિત્ર છે. વાસ્તવિકતાનો ખ્યાલ આવતા કુમારને ચિત્રકારની મૂર્ખતા ઉપર ગુસ્સો આવ્યો. તેણે ચિત્રકારનો અંગુઠો તથા તેની બાજુની એક આંગળી કપાવી દેશનિકાલ કર્યો.
આ ચિત્રકાર હસ્તિનાપુરના મહારાજા અદીનશત્રુ પાસે આવ્યો. બધી જ હકીકત કહી ત્યાં રહેવાની આજ્ઞા માંગી. રાજાએ આજ્ઞા આપી અને પૂછી લીધું કે મલ્લિકુમારીનું રૂપ કેવું છે? ત્યારે ચિત્રકારે પોતાની પાસે રહેલું મલ્લિકુમારીનું ચિત્ર કાઢી બતાવ્યું. ચિત્ર જોઈ રાજા આકર્ષિત થયો અને મનોમન મલ્લિકુમારી સાથે પરણવાનો નિશ્ચય કર્યો. () રાજા જિતશત્રુ - મિથિલા નગરીમાં ચોખા નામની પરિત્રાજિકા રહેતી હતી. તે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્નાન આદિની પ્રરૂપણા કરતી હતી અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org