________________
કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર
હતો. આ બધીજ સજાવટ રાણીની આજ્ઞાથી કરવામાં આવી હતી. રાજા તે મંડપ અને શ્રીદામકાંડને જોઈ અતિ વિસ્મય પામ્યા અને એકીટશે તેને જોવા લાગ્યા.
પ
આખરે રાજાએ સુબુદ્ધિ પ્રધાનને પૂછ્યું કે આવો અદ્ભુત મંડપ અને તેની શોભા અગાઉ કયાંય જોઈ છે? પ્રધાને કહ્યું મિથિલાનગરીમાં મલ્લિકુમારીની વર્ષગાંઠમાં આવો મંડપ અને શ્રીદામકાંડ જોયા હતા. તેની અપેક્ષાએ આપણા મંડપની શોભા લાખમા ભાગની પણ નથી. ત્યાર પછી રાજાએ પ્રધાનના મુખેથી રાજકુમારી મલ્લિના શરીર અને સુંદરતાનું વર્ણન સાંભળી તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો.
(૨) ચન્દ્રધ્વજ રાજા ઃ- ચંપાનગરીમાં અર્જુન્નક વગેરે અનેક વ્યાપારીઓ રહેતા હતા. જેઓ જળમાર્ગે વ્યાપાર કરવા પરદેશ જતાં. એકવાર પરસ્પર મંત્રણા કરી અનેક વ્યાપારીઓએ અન્ય સેંકડો લોકોને સાથે લઈવિદેશયાત્રા માટે પ્રસ્થાન કર્યું. જહાજ સમુદ્રમાં જવા રવાના થયા. સેંકડો યોજન સમુદ્ર પ્રવાસ કર્યા બાદ અચાનક દેવકૃત ઉપદ્રવ થયો.
અર્હન્નક શ્રાવકની ધર્મપરીક્ષા :– એક વિકરાળ રૂપધારક પિશાચ આવ્યો. જહાજમાં બેઠેલા અર્હન્નક શ્રાવકને સંબોધીને કહ્યું કે તું તારો ધર્મ, વ્રત-નિયમ છોડી દે નહિતર તારા વહાણને આકાશમાં અધ્ધર લઈ સમુદ્રમાં પટકી દઈશ, પછાડી દઈશ. અર્જુન્નક શ્રાવકે તેને મનથી જ ઉત્તર આપ્યો કે મને કોઈપણ દેવ-દાનવ ધર્મથી વ્યુત કરી શકે તેમ નથી. તમારી ઇચ્છા હોય તેમ કરો. આ પ્રકારે નિર્ભય થઈ ધર્મધ્યાનમાં લીન થઈ ગયા. બે-ત્રણ વખત ધમકી દીધા પછી દેવે જહાજને આકાશમાં ઉંચે ઉપાડી અને પુનઃ ધમકી આપી છતાં શ્રાવક અડોલ રહ્યા. જહાજના બીજા બધાજ પ્રવાસીઓ ભયભીત થઈ ગયા. અનેક માનતાઓ કરવા લાગ્યા પરંતુ અર્હન્તક શ્રાવકે સાગારી સંથારાના પચ્ચક્ખાણ કરી લીધા. અંતે દેવ થાક્યો, ધીરેથી જહાજ નીચે મૂક્યું અને પોતાના મૂળ રૂપે પ્રગટ થઈ અર્હન્નક શ્રાવકની પ્રશંસા કરી, ક્ષમા માંગી અને કુંડલોની બે જોડી આપીને સ્વસ્થાને ચાલ્યો ગયો.
ત્યાંથી તે શ્રાવકો મિથિલા નગરીમાં ગયા. રાજા કુંભને એક કુંડલની જોડી ભેટણા સ્વરૂપે આપી, વ્યાપાર કરવાની અનુજ્ઞા મેળવી. કુંભ રાજાએ તેમની સામે જ મલ્લિકુમારીને બોલાવી કુંડલ પહેરાવ્યા અને વ્યાપારીઓને યોગ્ય સગવડ પણ આપી.
વ્યાપાર કર્યા પછી તેઓ પોતાની ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના રાજા ચન્દ્રધ્વજને બીજી કુંડલની જોડી ભેટ સ્વરૂપે આપી. રાજાએ તેમને પૂછ્યું કે તમને દેશાટન કરતાં કોઈ આશ્ચર્ય જોવામાં આવ્યું ? વણિકોએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે મિથિલાના રાજભવનમાં રહેલી મલ્લિકમારીને આશ્ચર્ય રૂપે જોઈ છે. તે
&