________________
(૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
.
1
:
'
કાકા કામદારોના
પ્રાણીઓ
આના જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય? ઉત્તરમાં ભગવાને ભોંયરામાં રહેલા મૃગાપુત્રનું વર્ણન કર્યું. તેથી ગૌતમ સ્વામીએ તેને જોવાની ભાવના વ્યક્ત કરી. મુગાપુત્રનું બીભત્સ દ્રશ્ય :- ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી મૃગારાણીના મહેલે પધાર્યા. મૃગારાણીએ સત્કાર-સન્માન કયાં, કસમયે આવવાનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ પત્ર જોવાની ભાવના વ્યકત કરતાં મૃગારાણીએ પોતાના ચાર સુકમારોને ઉપસ્થિત કર્યા. ગૌતમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ પુત્રોનું મારે પ્રયોજન નથી પણ ભોંયરામાં રાખેલ પ્રથમ પુત્રને જોવી છે.
મૃગારાણીએ સાશ્ચર્ય પૂછયું કે આ ગુપ્ત વાતનું રહસ્ય કોના દ્વારા જાણવા મળ્યું? ગૌતમ સ્વામીએ કહ્યું- સર્વજ્ઞ, સર્વદર્શી મારા ધર્મગુરુ ધર્માચાર્ય ભગવાન મહાવીર સ્વામી દ્વારા મને જાણવા મળ્યું છે. ત્યારપછી ભગવાનના જ્ઞાનનો તથા અતિશયનો પરિચય આપ્યો.
મૃગારાણીએ ભોજનની ગાડી ભરી, ગોતમ સ્વામીને સાથે લઈને ભોંયરા પાસે પહોંચી. દરવાજો ખોલતાં જ અસહ્ય દુર્ગધ આવી. નાક ઢાંકીને બન્ને અંદર ગયા. મૃગારાણીએ તે પુત્રની પાસે આહાર રાખ્યો. ખૂબ આસક્તિથી, શીધ્રતાએ તે આહાર ખાઈ ગયો. તત્કાળ તે આહાર પરિણમન થઈ. પચી જઈ રસી અને લોહીના રૂપમાં બહાર આવ્યો; તેને પણ તે ચાટી ગયો. આ લોમહર્ષક બીભત્સ છતાં દયનીય દશ્ય જોઈ ગૌતમ સ્વામી પાછા આવ્યા. ભગવાનને તેની દુર્દશાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. ઈકાઈ રાઠોડ :- ભારતવર્ષમાં શતદ્વાર નરેશના પ્રતિનિધિ વિનયવર્ધમાન નામના ખેડનો શાસક ઈકાઈ નામનો રાષ્ટ્રકૂટ(રાઠોડ) હતો. આ રાષ્ટ્રકૂટ અત્યંત અધમ, અધર્માનુયાયી, અધર્મનિષ્ઠ, અધર્મદશી, અધર્મ પ્રજ્વલન એવં અધર્માચારી હતો. આદર્શ શાસકમાં જે વિશેષતા હોવી જોઈએ તેમાંથી એક પણ તેનામાં નહતી. એટલું જ નહિ, તે દરેક રીતે ભ્રષ્ટ અને અધમ શાસક હતો. પ્રજાને વધુને વધુ પીડવામાં જ આનંદ માનતો હતો. તે લાંચ લેનાર હતો. નિરપરાધ લોકો ઉપર જૂઠા આરોપ મૂકી તેમને પરેશાન કરતો હતો. રાત-દિવસ પાપ કૃત્યોમાં તલ્લીન રહેતો.
તીવ્રતર પાપકર્મોના આચરણથી તેને તાત્કાલિક ફળ એ મળ્યું કે તેના શરીરમાં અસાધ્ય સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ રોગોના ફળ સ્વરૂપે હાય હાય કરતો મૃત્યુ પામ્યો. પાપના ફળને ભોગવવા તે પહેલી નરકમાં નારકી પણે ઉત્પન્ન થયો. નરકમાં એક સાગરોપમનું લાંબું આયુષ્ય ભોગવ્યા પછી અહીં મૃગા પુત્રના રૂપે જન્મ લીધો. આગામી ભવો – મૃગાપુત્રના ભૂતકાળની આ કથા સાંભળીને ગૌતમ સ્વામીએ તેના ભવિષ્ય માટે પૂછ્યું. ભગવાને મૃગાપુત્રનું ભવિષ્ય બતાવતાં કહ્યું કે –
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org