________________
કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર
૧૩૦
(૧) અહીં ર૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન થશે. (૨) એક સાગરોપમનું નરકનું આયુષ્ય ભોગવી સિંહરૂપે ઉત્પન્ન થશે. (૩) ત્યાર પછી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. (૪) સરીસર્પ થશે. (૫) ત્યારપછી બીજી નરકમાં જશે. (૬) પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. (૭) ત્રીજી નરકભૂમિમાં જશે. (૮) સિંહરૂપે જન્મ લેશે. (૯) ચોથી નરકમાં જશે. (૧૦) ઉપર જાતિમાં જન્મ લેશે. (૧૧) પાંચમી નરકમાં જશે. (૧૨) સ્ત્રીરૂપે પાપાચારનું સેવન કરશે. (૧૩) છઠ્ઠી નરકમાં જશે. (૧૪) મનુષ્ય ભવમાં અધર્મનું સેવન કરી. (૧૫) સાતમી નરકમાં જશે.
ત્યાર પછી લાખો વખત જલચર જીવોની સાડા બાર લાખ કુલકોટિમાં ચતુષ્પદોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચઉન્દ્રિયમાં, તે ઇન્દ્રિયમાં, બેઇન્દ્રિયમાં, કડવી વનસ્પતિમાં, વાયુકાય, અપૂકાય, તેઉકાય તથા પૃથ્વીકાયમાં લાખો-લાખો વખત જન્મ ધારણ કરશે. દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરી અપાર વેદનાઓ ભોગવ્યા પછી બળદના રૂપે જન્મશે. તત્પશ્ચાત્ તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થશે. ત્યાં સંયમની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. શિક્ષા–પ્રેરણા – આ અધ્યયનથી મળતો બોધ આ પ્રમાણે છે(૧) શાસનના માધ્યમ દ્વારા પ્રાપ્ત સત્તાનો દુરુપયોગ કરનાર, લાંચ લેનાર, પ્રજા ઉપર અનુચિત કર–ભાર લાદનાર, તે સિવાય અન્ય આવાં પાપાચરણો કરનારાઓના ભવિષ્યનું આ નિર્મળ દર્પણ છે. આજના વાતાવરણમાં પ્રસ્તુત અધ્યયન અને આગળનાં અધ્યયન પણ ઉપયોગી છે. (૨) પતિની આજ્ઞાથી મૃગારાણીએ દુઃસ્સહ દુર્ગધયુક્ત તે પાપી પુત્રની પણ સેવા કરી હતી. આ કર્તવ્યનિષ્ઠા એવં પતિપરાયણતાનો અનુપમ આદર્શ છે. (૩) પાપી, અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય છે અને અન્યને દુઃખી કરે છે. જેવી રીતે ખાધ સામગ્રીમાં પડેલી માખી. (૪) સત્તા અને પુણ્યના નશામાં વ્યક્તિ કોઈની પરવાહ કરતો નથી. ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર કરતો નથી. તેમ છતાં દુઃખ દાયી કર્મો તો ભોગવવા જ પડે છે. તેથી નાના-મોટા કોઈપણ પ્રાણીને મન,વચન અને કાયાથી કષ્ટ પહોંચાડતાં પ્રાણીઓ પોતાના માટે દુઃખનો પહાડ તૈયાર કરે છે. (૫) સૌંદર્યમય દશ્યને જોવાની આસક્તિ સાધુને માટે અકલ્પનીય છે. પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ જાણવા-જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તેમાં ગીતાર્થની આજ્ઞાનુસાર કરવું જોઈએ. જેવી રીતે ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈ મૃગા પુત્રને જોવા ભોંયરામાં ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
ww