________________
૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
અધ્યયન - ર : ઉજિતફ
દુઃખી બાળક:-- વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહને ઉઝિતક નામનો દીકરો હતો. તે સર્વાગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉઝિતકના માતા-પિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું. બાકીનું રાજ કર્મચારીઓએ લઈ લીધું અને ઉજિઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. શૂળીની સજા :- તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્બસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઇત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં હવે કામધ્વજા વેશ્યાના ઘેર પહોંચ્યો. ત્યાં તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો.
એકદા મિત્રરાણીના ઉદરે શૂળરોગ ઉત્પન થતાં રાજાએ તેને તરછોડી દીધી. પોતે કામધ્વજાના આવાસે જવા-આવવા લાગ્યા. ત્યાં ઉજ્જિતકને જોતા તેને કાઢી મૂક્યો. રાજા સ્વયં ગણિકા સાથે માનુપિક વિષયભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. ઉજિઝતક વેશ્યાગમાં આસક્ત હતો. તક મળતાં વેશ્યા પાસે જવાનું તે ચૂકતો નહિ. એક વખત રાજા તેને જોઈ ગયો. પ્રચંડ ગુસ્સામાં તેને શૂળીએ ચઢાવવાનો આદેશ કર્યો. રાજાના આદેશાનુસાર રાજકર્મચારી તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતાં, નગરમાં ફેરવી રહ્યા હતા.
તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક, કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલ, બેડીઓ પહેરાવેલ ઉઝિક બાળકને જોયો. જેના શરીરમાંથી તલ-તલ જેટલું માંસ કાઢી ને માણસો તેને જ ખવડાવતા હતા અથવા પક્ષીઓને ખવડાવતા હતા.અન્ય માણસો તેને સેંકડો પત્થરો તથા ચાબુકોનો માર મારતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછયું. પૂર્વભવ :-- ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. આ જેબુદ્વીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતા. તેની પૂબ વિશાળ ગૌશાળી હતી.
જ્યાં અનેક પશુ નિર્ભય થઈને રહેતાં હતાં અને પ્રચુર ભોજન-પાણી લેતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપબદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. જેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તેનો મુખ્ય સ્વભાવ પશુઓને દુઃખ દેવાનો હતો. તે પશુઓને મારતો, પીટતો અને અંગ- ન કરતો તે હંમેશા અડધી રાત્રે ઉઠી ગૌશાળામાં જતો અને પશુઓને અંત્રસ્ત + આનંદ નતો. મથે જ માંસ-મદિરાના ગેલનમાં મસ્ત રહેતો હો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org