________________
1 કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર
1
૧૩૯
૧૩૯
આ પ્રકારે ક્રૂર આચરણ કરતો થકો ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહી ઉક્ઝિતક કુમાર બન્યો અને પૂર્વકૃત શેષ કર્મોને આ દારૂણ દુઃખો દ્વારા ભોગવી રહ્યો છે. આગામી ભવ – ઉક્ઝિતકનો પૂર્વભવ સાંભળી તેના ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછયું. ભગવાને ભવિષ્ય ભાખ્યું- આજે સાંજે શૈલી ઉપર ર૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ઠ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકવીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. આ રીતે મૃગાપુત્રની સમાન નરક, તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે. ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠિપુત્ર થશે. સંયમ પાલન કરી દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા–પ્રેરણા :– જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તેજ રીતે ધર્મના સંસ્કારોની પરંપરા પણ અનેક ભવ સુધી ચાલે છે. માંસાહારમાં આસક્ત વ્યક્તિને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રસ્ત કરનારને આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે.
-
-
-
-
હતા.
( અધ્યયન - ૩: અભનસેન ))
alli )
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
ચોર-સેનાપતિ:
પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાંનો રાજા મહાબળ હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી, તેમાં વિજય ચોર ૫00 ચોરોનો સેનાપતિ હતો. તે મહા અધર્મ હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પુરિમતાલ તથા આસપાસના બધા ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તે મૃત્યુ પામતાં તેનો દીકરો અગ્નિસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો. એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અમિગ્નસેનની ફરિયાદ રજુ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો- ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અગ્નિસેનને જીવતો પકડી હાજર કરો. કોટવાળ સેના સહિત પલ્લીમાં ગયો. યુદ્ધ થયું. ચોરોનો વિજય થયો. કોટવાળે આવી કહ્યું કે બળથી તેને પકડવો અશક્ય છે. ચોર સેનાપતિને ઉગ્રદંડ:– રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય કર્યો, માટે અગ્નિસેનના ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત સમયે અમૂલ્ય ભેટ મોકલાવતા. એક વખત દસ દિવસનો પ્રમોદ મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો. જૈમાં ચોર વગેરેને આમંત્રણ અપાયા. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું. પછી તેમના સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org