________________
૧૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
ખાધ સામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈ-પી નશામાં ચકચૂર બની બેભાન બન્યા. ત્યારે રાજાએ તેને પકડી લીધો.
બંધનથી બૂરી રીતે બંધાયેલ અગ્નિસેનને અનેક પ્રહારોથી દંડતા થકા ઠત્રનગરમાં ફેરવ્યો. ૧૮ ચૌટા ઉપર તેની દુર્દશા થઈ. તેના માતાદિ અનેક પરિવારજનોને તેની સામે જ ચૌટા ઉપર માર મારી જબરજસ્તીથી તેઓને તેનું માંસ ખવડાવતા અને લોહી પીવડાવતા. ૧૮ ચૌટા ઉપર આવી દુર્દશા કરી તેના સમસ્ત સ્વજન પરિજનોને મોતને ઘાટ ઉતારી નાખ્યા અને ત્યાર પછી અભગ્નસેનને શૂળીએ ચઢાવવામાં આવ્યો.
ગૌતમ સ્વામી ભિક્ષાર્થ ભ્રમણ કરતાં કોઈ ચૌટા ઉપર આ ચોરની દશા જોઈ ભગવાન પાસે આવ્યા. તેના દુઃખોનું કારણ પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કો. પૂર્વભવઃ- આ પુરિમતાલ નગરમાં નિર્ણય નામનો ઈંડાનો વેપારી રહેતો હતો. તે ઈડાને બાફી, પકાવી નોકરો દ્વારા રાજમાર્ગ ઉપર વેચતો. પોતે પણ ઇંડાને ખાતો અને શરાબ પીવામાં આનંદ માનતો. આ રીતે પાપમય પ્રવૃત્તિ કરતો ૧૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંનું સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અગ્નિસેન ચોર સેનાપતિ બન્યો છે. રાજા દ્વારા છળ કપટથી પકડાઈ દુઃખમય વેદના સહી રહ્યો છે. આગામીભવ – ભૂતકાળની વાત સાંભળ્યા પછી ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા ગૌતમ સ્વામીને થઈ. ભગવાને તે પણ પ્રકાર્યું. આજે જ શૂળી ઉપર ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. પછી મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે બનારસમાં “સુવર” બનશે. શિકારીઓ દ્વારા મારવામાં આવશે. પછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ સ્વીકારી દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા–પ્રેરણા :– શારીરિક બલ ગમે તેટલું હોય પરંતુ જ્યારે પાપનો કુંભ ભરાઈ જાય ત્યારે ફૂટતા વાર ન લાગે. પાપકૃત્યો કરનારો ચોર અલગ્નસેન શક્તિથી નહિ પણ કપટથી પકડાયો અને આ ભવમાં જ ઘોર દુઃખો પ્રાપ્ત કરી આગળ પણ દુ:ખોને જ પામ્યો. માટે કર્મ કરતાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ.
Til
( અધ્યયન - ૩: શકટકુમાર Dilip
દુઃખી બાળકઃસાહંજણી નામની નગરીમાં મહાચંદ્ર રાજાનો સુષણ નામનો પ્રધાન હતો. તે જ નગરમાં સુભદ્ર સાર્થવાહનો શકટકુમાર નામનો પુત્ર હતો. જે સુંદર એવું રૂપ સંપન્ન હતો. દુર્ભાગ્યવશ તેના માતા-પિતા કાળધર્મ પામ્યા. ઉક્ઝિતકની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org