________________
કથાશાસ્ત્ર ઃ વિપાક સૂત્ર
એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ભટકતો ભટકતો તે સુદર્શના વેશ્યાને ત્યાં પહોંચ્યો. ત્યાં જ ભોગાસક્ત બની રહેવા લાગ્યો.
૧૪૧
એક વખત સુષેણ મંત્રીએ તેને વેશ્યાના ઘરમાંથી હાંકી કાઢયો અને તે વેશ્યાને પોતાની પત્ની સ્વરૂપમાં સ્વીકારી લીધી. એકદા મોકો મળતાં શકટકુમાર મંત્રી પત્ની વેશ્યાના ઘેર ગયો અર્થાત્ સુદર્શના પાસે પહોંચ્યો. સંયોગવશાત્ મંત્રીનું આગમન થતાં આબાદ પકડાઈ ગયો. મંત્રીએ તેને રાજા પાસે ઉપસ્થિત કર્યો. 'મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે' આ પ્રમાણે મંત્રીએ ફરિયાદ કરતાં રાજાએ કહ્યું તમને યોગ્ય લાગે તે દંડ કરો. દંડ અનુસાર શકટ અને સુદર્શના બન્નેને બાંધી ચૌટા ઉપર મારતાં મારતાં નગરમાં ફેરવ્યા. ગૌતમ સ્વામીનું નગરીમાં ભિક્ષાર્થે પદાર્પણ થયું. બન્નેની દુર્દશા જોઈ, ભગવાન પાસે દયનીય દશ્યનું વર્ણન કરી તેનું કારણ પૂછ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. પૂર્વભવ :– આ ભારતવર્ષમાં છગલપુરમાં છણિક નામનો કસાઈ રહેતો હતો. જે ધનાઢ્ય છતાં અધર્મી હતો. તે માંસ-મદિરાના સેવનમાં આસક્ત હતો. તે સેંકડો, હજારો પશુઓ રાખતો. મુખ્યતાએ બકરાના માંસનો વ્યાપાર કરતો હતો. તેમ છતાં મૃગ, ગાય, બળદ, સસલા, સૂવર, સિંહ આદિનું માંસ પણ વેચતો હતો. પશુઓનું માંસ પકાવી નોકરો દ્વારા નગરમાં વેચતો અને પોતે પણ ખાતો. આવી પાપમય પ્રવૃત્તિને તે પોતાનું સર્વોત્તમ કર્ત્તવ્ય સમજતો. તેથી ક્લિષ્ટ કર્મોનું ઉપાર્જન કરી, સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, દુઃખમય જીવન પસાર કરી અહીં શકટકુમાર બન્યો છે. વેશ્યામાં આસક્ત થવાથી અને પૂર્વકૃત કર્મોના ઉદયથી તેની આવી દુર્દશા થઈ છે. આગામી ભવ :— હવે ચૌટા ઉપર ફેરવી બન્નેને વધસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં ગરમ લોહ પ્રતિમા સાથે આલિંગન કરાવાશે. આ પ્રકારે આજે જ મૃત્યુ પામી બન્ને પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી બંને ચાંડાલ કુળમાં યુગલ સ્વરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બન્નેના નામ શકટ અને સુદર્શના રાખવામાં આવશે. યૌવન વય પ્રાપ્ત થતાં બન્ને પતિ-પત્ની બનશે. ત્યાં પણ અનેક પાપકર્મોનું ઉપાર્જન કરી પ્રથમ નરકમાં જશે.
પછી મૃગાપુત્રની સમાન સંસાર ભ્રમણ કરતાં અંતે મચ્છ થશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યારબાદ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
બોધ :– આ અધ્યયનમાં માંસાહાર, પંચેન્દ્રિય વધ, વેશ્યાગમન, મદ્યપાન આદિ દુર્વ્યસનોનું કડવું પરિણામ બતાવ્યું છે, અત્યંત ભાગ્યશાળી આત્મા જ વ્યસનથી મુક્ત રહી શકે છે. માટે સુખ ઇચ્છનાર માનવીએ સદાય કુસંગત અને દુર્વ્યસનનો ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org