________________
૧૪૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અધ્યયન - ૫ : બૃહસ્પતિદત્ત
-
રાજપુરોહિતનું દુષ્કૃત્યઃ
કૌશામ્બી નગરીમાં શતાનીક રાજાનો ઉદાયન નામનો રાજકુમાર હતો. સોમદત્ત રાજ પુરોહિત હતો. તેનો બહુસ્પતિદત્ત નામનો સર્વાંગ સુંદર પુત્ર હતો. રાજાનું મૃત્યુ થતાં ઉદાયન રાજા બન્યો અને બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો. પુરોહિત રાજાનો બાલ મિત્ર હતો, વળી પુરોહિત કર્મ કરતાં રાજાના કોઈપણ સ્થાનમાં નિઃસંકોચ બેરોકટોક ગમનાગમન કરતો. અંતઃપુરમાં પણ કસમયે જવા લાગ્યો.
આ પ્રમાણે અંતઃપુરમાં વારંવાર જતાં મહારાણી પદ્માવતી દેવીમાં આસકત થયો અને યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યો. એકાએક ઉદાયનની નજરમાં ઝડપાઈ ગયો. રાજાએ પ્રચંડ ક્રોધમાં આવતાં શૂળીની સજા ફરમાવી. રાજ કર્મચારીઓએ તેને બંધનોથી બાંધી, મારતાં-પીટતાં, તેનું માંસ તેને જ ખવડાવતાં, નગરમાં ફેરવતાં આ પ્રમાણે ઘોષણા કરતા હતા- બૃહસ્પતિદત્ત પોતાના અપરાધથી એટલે કે કુકર્મોથી દુ:ખી થઈ રહ્યો છે, તેને કોઈ દુ:ખ આપતા નથી.
—
પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરે ભિક્ષાર્થે ભ્રમણ કરતાં આ દારૂણ દશ્ય જોયું. પ્રભુ સમક્ષ જિજ્ઞાસા વ્યક્ત કરતાં પ્રભુએ તેના પૂર્વભવ અંગે જણાવ્યું. પૂર્વભવ :– પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્યવૃદ્ધિ માટે હંમેશા એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો'તો. અષ્ટમી ચતુર્દશીના બે-બે બાળકો, ચૌમાસીના ચાર-ચાર બાળકો, છ માસીએ આઠ-આઠ બાળકો, સંવત્સરીએ ૧૬-૧૬ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજા જો યુદ્ધ માટે પ્રયાસ કરતા તો ૧૦૮-૧૦૮ બ્રાહ્મણાદિના બાળકોનો હવન કરતો. સંયોગવશ એવું કરવાથી રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને વિશ્વાસ બેસી ગયો હતો.
આ પ્રકારે અતિન્દ્ર, બીભત્સ, ક્રૂર પાપકર્મ કરતાં તેના ૩૦૦૦ વર્ષ નીકળી ગયા. અંતે કાળધર્મ પામી પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવી બૃહસ્પતિદત્ત બન્યો છે. અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે. ભવિષ્ય :– આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં ભૃગ થશે, જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org