________________
| કથાશાસ્ત્ર : વિપાક સૂત્ર
૧૪૩
૧૪૨
શિક્ષા-પ્રેરણા :- આ અધ્યયનમાં હિંસાના કૂર પરિણામોનું અને પરસ્ત્રી ગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યક્તિ ગમે તેટલી ચતુરાઈ કરે પણ પાપ ક્યારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગાશક્તિને કારણે રાણી સાથે પકડાતા બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુઃખે મૃત્યુને પામી ભવોભવ સુધી નરકનો મહેમાન થયો. માટે મન અને ઇચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે.
અધ્યયન - ૬: નંદીવર્ધન
રાજકુમારની રાજ્યલિસા --
મથુરા નગરીમાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાંગસુંદર એવં લક્ષણયુક્ત હતો. યથાસમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી, તેથી યુવરાજની ૬૦ વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું.
યુવરાજની રાજયલિસા બળવત્તર બની. તેણે રાજાના મૃત્યુની વાંછા શરૂ કરી અને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ અન્ય ઉપાય ન મળતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યનો લોભ બતાવી રાજાના ગળામાં છૂરી ભોંકી દેવાનો ઉપાય બતાવ્યો.
હજામે એક વખત સ્વીકાર તો કરી લીધો પણ પછી ડરી ગયો. ભયનો માર્યો બધો વૃત્તાંત રાજાને જણાવી દીધો. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર કર્યો.
રાજપુરુષો દ્વારા બંધનમાં બાંધી, અનેક પીડાને આપતાં નગરમાં ફેરવ્યો. (ચૌટા ઉપર) અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશુ આદિના અત્યુષ્ણ જલથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે પધાર્યા. દયનીય દશ્ય જોઈ ભગવાન પાસે નિવેદન કર્યું. પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. પૂર્વભવ:– સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. જે અધર્મ એવં સંક્લિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી, ચોર, લૂંટારા, ઘાતક, લંપટ આદિ કોઈપણ વ્યક્તિ જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો.
કોઈને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરાદિ પશુઓનું મૂત્રપાન કરાવતો. કોઈને તપ્ત તાંબુ, લોઢું, શીશું પીવડાવતો. વળી કોઈને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો. કોઈના શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો. કોઈને ચાબુક આદિથી માર મારી અધમૂઆ કરી દેતો. કોઈના હાડકાના ચૂરેચૂરાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org