________________
કથાશાસ્ત્ર ઃ વિપાક સૂત્ર
૧૩૫
વિપાક સૂત્ર
પ્રસ્તાવના :- આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકના વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ અગિયારમું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. (૧) દુઃખ વિપાક અને (૨) સુખ વિપાક. દુ:ખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફલ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
આ કથા પ્રધાન અંગ શાસ્ત્ર ગણધર વિંચત છે. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ પધારતાં પહેલાં ભવી જીવોના ઉદ્ધાર અર્થે ૫૫+૫૫=૧૧૦ અધ્યયન દુઃખ અને સુખ વિપાકના ફરમાવ્યા છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્ર દશ-દશ અધ્યયનાત્મક છે અને તે ૧૨૧૬ ગાથા પ્રમાણ મનાય છે.
પ્રથમ શ્રુતસ્કંધ - દુઃખ વિપાક
અધ્યયન ૧: મૃગાપુત્ર
ભગવાન મહાવીરના વિચરણ કાલમાં મૃગગ્રામ નામનું નગર હતું. વિજયક્ષત્રિય નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. મૃગાદેવી તેની રાણી હતી. તેણે એક બાળ કને જન્મ દીધો. તે મહાન પાપ કર્મોના ઉદયથી પ્રભાવિત હતો. તે જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેને આંખ કાન નાક હાથ પગ વગેરે અવયવ ન હતાં. અવયવની જગ્યાએ ફક્ત નિશાની જ હતી. શરમના કારણે અને પતિની આજ્ઞાથી મૃગાદેવી તેનું ગુપ્ત રૂપે પાલન-પોષણ કરતી. તેને એક ભોંયરામાં રાખવામાં આવ્યો હતો. તેને જન્મ પહેલા ગર્ભમાં જ ભસ્મક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરતાં તુરત જ તેના શરીરમાંથી પરૂ અને લોહી વહેતું. મૃગારાણીનો આ પ્રથમ દીકરો હતો. ત્યાર પછી ચાર પુત્રો થયા હતા. જે સુંદર, સુડોળ અને રૂપ અને ગુણ યુક્ત હતા.
એક વખત તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ધર્મદેશના સાંભળવા આવેલી પરિષદમાં રાજા પણ હતા, સાથે એક દીન-હીન જન્માંધ વ્યક્તિ પણ હતી. જેને એક માણસ નાની ગાડીમાં બેસાડી, ખેંચીને અહીં-તહીં લઈ જતો હતો. તેને જોઈ ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો− ભંતે ! આ કેવો દુ:ખી આત્મા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org