________________
ક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
કારણે કુશળ જ હોય છે? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઉર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકું છું.
ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને કિસાનની વાત પર વિશ્વાસ ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું- તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ.
ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી દીધી અને મગના બધાદાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યાં. ચોરે ધ્યાન દઈને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણા ઉંધા જ પડ્યા હતા. એ જોઈને ચોરે કહ્યું – ભાઈ ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી. ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જો તારા મગ ઉંધા ન પડ્યા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કર્ષક અને તસ્કર બન્નેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) નિ :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઈને ચોકસાઈપૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળ કાથી આ વસ્ત્ર તૈયાર થઈ જશે. આ વણકરની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) ડોવ - કડછી– એક સૂથાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મના બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી. (પ) મોતી - સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે યત્નાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઈને પરોવાઈ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૬)વૃત્ત :- કોઈ કોઈ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા રથમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગર ઘી ભરી શકે છે. આ તેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૭) તૈવ(નટ):- નટલોકોની ચતુરાઈ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને
અનેક પ્રકારના ખેલ કરે છે, તોપણ નીચે પડતા નથી. લોકો દાંતની નીચે પોતાની આંગળ તેઓ દબાવીને જુએ એટલા આશ્ચર્યચકિત થઈ જાય છે. એ નટ લોકોની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૮) TU(દરજી) :-કુશળ દરજી કપડાની એવી સફાઈથી સિલાઈ કરે છે કે તેણે કઈ જગ્યાએ સિલાઈ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૯) વ૬ :-- સુથાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે. તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય? તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૦) માપૂપિs :- ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માપ્યા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org