________________
કથાશાસ્ત્રઃ નદી સૂત્રની કથાઓ
ત્યારબાદ રાજાએ ઘોડેસવારને બોલાવીને કહ્યું... જો તમારે ઘોડે જોઈતો હોય તો પહેલા તમારી જીભ કાપીને ગુન્હેગારને આપી દો કેમ કે તમારી જીભ દોષિત છે. તમારી જીભે જ ઘોડાને લાકડીના પ્રહાર કરવાનું ગુન્હેગારને કહ્યું હતું. આને દંડ મળે અને તમારી જીભ બચી જાય એ ન્યાયસંગત નથી. માટે તમે પણ પહેલા તમારી જીભ એને આપી દો પછી તેની પાસેથી હું ઘોડો અપાવીશ.
ત્યાર બાદ નટ લોકોને બોલાવ્યાં. રાજાએ કહ્યું– આ દીન વ્યક્તિ પાસે છે શું કે હું તમને અપાવું? જો તમારે બદલો લેવો જ હોય તો આ ગુન્હેગારને એ વૃક્ષની નીચે સુવડાવી દો અને તમારા નવા બનેલા સરદારને કહો કે તે પણ આ માણસની જેમ ગળ માં ફાસો નાંખીને તે ડાળી પર લટકી જાય અને આ માણસની ઉપર પડી જાય.
રાજાનો ફેંસલો સાંભળીને ત્રણે ય અભિયોગી(ફરિયાદી) મૌન રહીને ત્યાંથી ચાલતા થઈ ગયા. રાજાની વૈનાયિકી બુદ્ધિએ તે અભાગી વ્યક્તિના પ્રાણ બચાવી લીધા. આ પ્રકારે આ પંદર દાંતો નયિકી બુદ્ધિ માટે વર્ણવેલ છે. કર્મજા બુદ્ધિનું લક્ષણ અને તેનાં દષ્ટાંતો:
ઉપયોગથી જેનો સાર(પરમાર્થી જાણી શકાય છે, અભ્યાસ અને વિચારથી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંસા પ્રાપ્ત થાય છે તે કર્મજા બુદ્ધિ કહેવાય છે. કાર્યકરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુદ્ધિના ઉદાહરણ આ પ્રમાણે છે
(૧) સુવર્ણકાર (૨) કિસાન (૩) વણકર (૪) દર્વીકાર (૫) મોતી (૬) ઘી (૭) નટ (૮) દરજી (૯) સુથાર (૧૦) કંદોઈ (૧૧) ઘડો (૧ર) ચિત્રકાર. આ બાર કર્મજા બુદ્ધિના દષ્ટાંતો છે. (૧) સુવર્ણકાર - હૈરણ્યક સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પણ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો. (૨)ર્ષ - ખેડૂત. એક ચોર કોઈ વણિકના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃત્તિ બની ગઈ. પ્રાત:કાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યાં. એ જનસમૂહમાં ચોર પણ છૂપાવેષમાં હતો. તે પોતાની ચતુરાઈની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું-– ભાઈઓ ! એની આટલી પ્રશંસા? અને એમાં અચંબાની શું વાત છે ? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે.
ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને મારવા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું – તમે કોણ છો? મને શા માટે મારવા ઈચ્છો છો? ચોરે કહ્યું– તે તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમ નહોતી કરી ? - ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બુરાઈ તો નથી કરીને? એમ જ કહ્યું હતું કે જે માણસ જે કાર્ય કરતો હોય, તેમાં પોતાના અભ્યાસના For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International