________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
પુણ્યહીનની પાસે આવીને બોલ્યો મારા બળદો મને આપી દે. પેલો બિચારો ક્યાંથી દે? તેના પર તેનો મિત્ર ક્રોધિત થઈને, તેને પકડીને રાજા પાસે લઈ જવા લાગ્યો.
માર્ગમાં એક ઘોડેસ્વાર સામેથી આવી રહ્યો હતો. તેનો ઘોડો ભડકીને સવારને નીચે પછાડીને ભાગી ગયો. તેનો સવાર તાડુકીને બોલ્યો- અરે ! ભાઈ આ ઘોડાને દંડો મારીને રોકો. પુણ્યહીન વ્યક્તિના હાથમાં એક લાકડી હતી. ઘોડેસવારને સહાયતા કરવા માટે તેણે સામેથી દોડી આવતા ઘોડાને એક લાકડી મારી. પરંતુ તેના દુર્ભાગ્યને કારણે લાકડી ઘોડાને તેના મર્મસ્થાન પર લાગી અને ઘોડો ત્યાં જ મરી ગયો. ઘોડાનો સ્વામી ઘોડાને મરી ગયેલો જોઈને બહુ ક્રોધિત થયો અને તેને રાજા પાસે દંડ આપવા માટે લઈ જવા લાગ્યો. આ રીતે અપરાધી એક અને સજા અપાવનાર બે, એમ ત્રણેય જણા રાજદરબાર તરફ ચાલ્યા.
ચાલતાં ચાલતાં રાત થઈ ગઈ અને નગરના દરવાજા બંધ થઈ ગયા તેથી તેઓ નગરની બહાર જ એક સઘન વૃક્ષની નીચે સૂઈ ગયા. તેમણે વિચાર્યું કે સવારે દરવાજો ખૂલશે ત્યારે પ્રવેશ કરશું. પરંતુ પુણ્યહીન વ્યક્તિને નિદ્રા ન આવી. તેમણે વિચાર્યું કે હું ગમે તેટલું સારું કામ કરવા જાઉં છું તો પણ સારાને બદલે ખરાબ જ થાય છે, ખરેખર મારું ભાગ્ય મને સાથ આપતું નથી. આવા જીવનથી મને શું લાભ છે? માટે મરી જવું જોઈએ. જો હું મરી જઈશ તો દરેક વિપત્તિઓથી છૂટી જઈશ, અન્યથા ન જાણે કયા કયા કષ્ટ મારે ભોગવવા પડશે?
એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના દુપટ્ટાનો એક છેડો ડાળી પર બાંધી દીધો અને બીજા છેડાનો ગાળીયો બનાવીને પોતાના ગળામાં નાંખીને લટકી ગયો પરંતુ દુર્ભાગ્યવશ મૃત્યુએ પણ તેને સાથ ન આપ્યો. દુપટ્ટો જીર્ણ હોવાના કારણે તેનો ભાર ઝીલી ન શક્યો. દુપટ્ટો ફાટી ગયો અને તે ધડ કરતો નીચે પડ્યો. એ વૃક્ષની નીચે નટ લોકોનો અગ્રણી સરદાર સૂતો હતો. તેના પર પડવાથી નટ લોકોનો સરદાર મરી ગયો. નટ લોકોમાં હાહાકાર મચી ગયો. સરદારના મોતનું કારણ પેલો પુણ્યહીન છે એવું જાણીને, તેના પર ગુસ્સે થઈને સવાર થતાં એ લોકો પણ તેને રાજદરબારમાં લઈ જવા લાગ્યા.
રાજદરબારમાં જ્યારે આ કાફલો પહોંચ્યો ત્યારે બધા માણસો ચકિત થઈને તેને જોવા લાગ્યા. રાજાએ તેઓને આવવાનું કારણ પૂછ્યું. દરેકે પુણ્યહીન માણસની ભૂલ બતાવી. એ ત્રણેયની વાત સાંભળીને રાજાએ પુણ્યહીનને તે અંગે પૂછ્યું. તેણે નિરાશાપૂર્વક દરેક ઘટના બતાવતાં કહ્યું– મહારાજ ! મેં જાણીબૂઝીને કોઈ અપરાધ કર્યો નથી, મારું દુર્ભાગ્ય જ પ્રબળ છે. દરેક કાર્ય હું સારું કરવા જાઉં છું તો પણ તે ઉલટું જ થાય છે. આ લોકો જે બતાવે છે તે સત્ય છે. હું દંડ ભોગવવા માટે તૈયાર છું.
રાજા બહુ જવિચારશીલ હતા. દરેકની વાત સાંભળીને તેણે વિચાર્યું–આબિચારાએ કોઈ અપરાધ જાણી જોઈને કર્યો નથી. તેને દયા આવી એટલે ચતુરાઈથી ફેંસલો કરવાનો નિર્ણય કર્યો. સર્વપ્રથમ બળદના માલિકને બોલાવ્યો. તેને રાજાએ કહ્યું ભાઈ ! તમારે જો બળદો જોઈતા હોય તો પહેલા તમારી આંખો કાઢીને પુણ્યહીનને આપી દો કેમ કે તેણે તમારા વાડામાં બળદો મૂક્યાં એ તમે તમારી આંખોથી જોયા હતા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org