________________
કથાશાસ્ત્ર: નદી સૂત્રની કથાઓ
૨૨૩
લઈને બોલ્યા- તૃણ લાંબા છે. તેમજ તેઓએ કહ્યું- પહેલા ક્રૌંચ પક્ષી સદા પ્રદક્ષિણા કરતાં હતાં. હવે તે જમણી બાજુ આંટા મારે છે. કલાચાર્ય રાજકુમારોની અટપટી વાતો સાંભળીને સાવધાન થયા, તે સમજી ગયા કે મારું ધન જોઈને કોઈ મારો દુશમન બન્યો હોય એવું લાગે છે. મારા પ્રિય શિષ્યો મને શાટિકાના બહાને ચેતવણી આપી રહ્યા લાગે છે. એવું જ્ઞાન થતાં તેમણે જે તિથિ પ્રસ્થાન માટે નક્કી કરી હતી તેનાથી પહેલા રાજકુમારો પાસે વિદાય લઈને તેઓ ચુપચાપ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. આ રાજકુમારો તથા કલાચાર્યની વનયિકી બુદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. (૧૪) નીવાદક - કોઈ એક વ્યાપારી ઘણા વર્ષોથી પરદેશ રહેતો હતો. તેની પત્નીએ પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે પોતાની નોકરાણી પાસે કોઈ એક પુરુષને બોલાવ્યો. એ પુરુષ આવ્યો. પછી એક વાણંદને બોલાવ્યો. તેની પાસે આગંતુક પુરુષના નખ અને કેશ કપાવ્યા. પછી સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્ર પહેરાવ્યા. દિવસભર તેની સેવા કરી રાત્રિના તેને શેઠાણી પાસે મોકલ્યો. એ રાત્રિમાં મુશળધાર વરસાદ વરસતો હતો. આગંતુકને ખૂબ જ તરસ લાગવાથી છાજા પરથી નીચે પડતું પાણી તેણે ખોવાથી પી લીધું. પણ બન્યું એવું કે છાજાના ઉપરના ભાગમાં એક મરેલા સર્પનું ક્લેવર પડ્યું હતું. તેના પરથી થઈને આવતું પાણી વિષ મિશ્રિત થઈ ગયું હતું. એવું પાણી પીતા જ તે દુરાચારી પુરુષનું ત્યાં જ મૃત્યુ થયું. - પેલા પુરુષનું મૃત્યુ જોઈને વ્યાપારીની પત્ની ગભરાઈ ગઈ. તેણીએ સેવકો દ્વારા તે જ સમયે મૃત માણસને શૂન્ય દેવકુલિકામાં ફેંકાવી દીધો. પ્રાતઃકાળ થતાં લોકોને મરેલા માણસની ખબર પડી. એ વાત રાજદરબારમાં ગઈ. રાજાના માણસોએ તેનું મૃત્યુ કેમ થયું હશે? એનું કારણ શોધવાની શરૂઆત કરી. મૃતકને નિરખીને જોયો તો તેના નખ અને કેશ ટૂંક સમયમાં કાપ્યા હોય એવું લાગ્યું.
નખ અને કેશ કાપનાર તો હજામ જ હોય એવું વિચારીને રાજાના સેવકોએ શહેરમાં રહેલ દરેક હજામને બોલાવ્યાં. બોલાવીને દરેકને અલગ અલગ પૂછ્યું- આ વ્યક્તિના નખ અને કેશ કોણે કાપ્યા છે? એમાંથી એક હજાએ કહ્યું – અમુક વ્યાપારીની પત્નીની દાસી મને બોલાવવા આવી હતી. તેણીના કહેવાથી મેં એના નખ અને કેશ ગઈ રાત્રિના કાપી આપ્યા હતા. રાજપુરુષોએ તરત જ દાસીને પકડી લીધી. ગભરાઈ ગયેલી દાસીએ ભયભીત થઈને શેઠની પત્નીની સંપૂર્ણ વાત બતાવી દીધી. આ ઉદાહરણ રાજાના કર્મચારીઓની વૈનાયિકી બુદ્ધિનું છે. (૧૫) બળદોની ચોરી(ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું) – એક ગામમાં એક વ્યક્તિ અત્યંત પુણ્યહીન હતી. એ જે કાંઈ કરે એમાં એને સંકટ આવ્યા વગર રહેતું જ નહીં. એકવાર તેણે પોતાના મિત્ર પાસે હળ ચલાવવા માટે બળદો માંગ્યા. મિત્રે આપ્યાં. તેનું કાર્ય સમાપ્ત થતાં એ બળદોને પાછા મિત્રના વાડામાં મૂકી આવ્યો. એ સમયે તેનો મિત્ર ભોજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયો પણ તેના મિત્રની સામે જ એ બળદોને વાડામાં મૂકીને ચાલ્યો ગયો.
દુર્ભાગ્યવશ બળદો કોઈ પણ પ્રકારે વાડાની બહાર નીકળી ગયાં અને ચોર લોકો બળદોની ચોરી કરી ગયા. બળદનો માલિક વાડામાં પોતાના બળદોને ન જોવાથી તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org