________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
(૧૦) અગદ :- · એક નગરના રાજાની પાસે સૈન્યદળ બહુ ઓછું હતું. એક વખત શત્રુરાજાએ તેના રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું. રાજાએ નગરજનોને કહ્યું– જેની પાસે વિષ હોય તે લઈ આવો. ઘણા માણસો રાજાની આજ્ઞા અનુસાર વિષ લઈ આવ્યા. રાજાએ નગરની બહાર રહેલા કૂવાના પાણીમાં એ વિષ નંખાવી દીધું જેથી એ કૂવાનું બધું પાણી વિષયુક્ત થઈ ગયું. એ કૂવાનું પાણી શત્રુના સૈન્યદળને મળતું હતું. એ ગામમાં એક વૈદરાજ રહેતા હતા તે બહુ અલ્પ માત્રામાં વિષ લઈને રાજાની પાસે આવ્યા. રાજા અતિ અલ્પ માત્રામાં વિષ લાવનાર વૈદરાજ પર બહુ જ ગુસ્સે થયા, પરંતુ વૈદરાજે કહ્યું– મહારાજ ! આપ ક્રોધ ન કરો, આ સહસ્રવેધી વિષ છે. અત્યાર સુધી જેટલા માણસો વિષ લાવ્યાં તેનાથી જેટલા લોકો મરશે તેના કરતા અધિક માણસો આ અલ્પ વિષથી મરશે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું– એમ કેમ બની શકે ? શું આપ એનું પ્રમાણ બતાવી શકો છો ? વૈદરાજે એ જ વખતે એક વૃદ્ધ હાથીને મંગાવ્યો અને તેની પૂંછડીનો એક વાળ કાઢીને એ જ જગ્યાએ સોયની અણીથી વિષ લગાવ્યું. જેમ જેમ વિષ શરીરમાં આગળ વધતું ગયું તેમ તેમ હાથી વિષયુક્ત બનતો ગયો અર્થાત્ હાથીનું શરીર જડ જેવું બની ગયું એટલે વૈદરાજે કહ્યું– મહારાજ ! જુઓ આ હાથી વિષમય બની ગયો. એને જે કોઈ ખાશે તે વિષમય બની જશે. માટે આ વિષને સહસ્રવેધી વિષ કહેવાય છે.
રરર
રાજાને વૈદની વાત પર વિશ્વાસ બેસી ગયો પરંતુ હાથીની હાલત મરેલા જેવી જોઈને રાજાએ કહ્યું– વૈદરાજ ! શું આ હાથી ફરી સ્વસ્થ નહીં થઈ શકે ? વૈદરાજે કહ્યુંજરૂર સ્વસ્થ થઈ શકશે. વૈદરાજે પૂંછના જે ભાગમાંથી એક વાળ કાઢ્યો હતો એ જ જગ્યા પર અન્ય કોઈ ઔષધિ લગાડી કે હાથી તરત જ સચેતન બની ગયો. વૈદરાજની વૈનયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને રાજા ખૂબ ખુશ થયા અને વૈદરાજને સારો એવો પુરસ્કાર આપ્યો.
(૧૧) રથિક અને (૧૨) ગણિકા :– રથિક અર્થાત્ રથ ચલાવનારનું ઉદાહરણ તથા ગણિકા– વેશ્યાનું ઉદાહરણ સ્થૂલીભદ્રની કથામાં આવે છે. આ બન્ને દૃષ્ટાંત વૈયિકી બુદ્ધિના છે.
(૧૩) શાટિકા તૃણ તથા ક્રૌંચ :- તૃણ તથા ક્રૌંચ– કોઈ એક નગરમાં અત્યંત લોભી રાજા રાજ્ય કરતા હતા. તેના રાજકુમારો એક વિદ્વાન આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતા હતા. દરેક રાજકુમાર પોતાના પિતા કરતા ઉદાર અને વિનયવાન હતા. તેથી આચાર્યે એ બધા શિષ્યોને ખૂબ જ ખંતથી અભ્યાસ કરાવ્યો.
શિક્ષા સમાપ્ત થવા પર રાજકુમારોએ પોતાના શિક્ષાગુરુને પ્રચુરધન ગુરુદક્ષિણા રૂપે આપ્યું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કલાચાર્યને માર મારીને બધું ધન તેની પાસેથી પડાવી લેવાનો તેણે વિચાર કર્યો. રાજકુમારોને કોઈ પણ હિસાબે પોતાના પિતાના વિચારોની ખબર પડી ગઈ. પોતાના શિક્ષાગુરુ પ્રત્યે રાજકુમારોને અત્યંત પ્રેમ તથા શ્રદ્ધા હતી. માટે તેઓએ પોતાના શિક્ષાગુરુના પ્રાણ બચાવવાનો નિર્ણય કર્યો.
રાજકુમારો આચાર્યની પાસે ગયા. તે વખતે શિક્ષાગુરુ ભોજનની પહેલા સ્નાન કરવાની તૈયારીમાં હતા. રાજકુમારો પાસે ગુરુએ પહેરવા માટે સૂકાય ગયેલું ધોતિયું માંગ્યું પણ રાજકુમારોએ કહ્યું– શાટિકા ભીની છે એટલું જ નહીં તેઓ હાથમાં તૃણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org