________________
કથાશાસ્ત્ર : નદી સુત્રની કથાઓ
|| રર૧
૨૧
વેતનમાં મેં બે ઘોડા આપવાનું કહ્યું છે એટલે મારાથી ના પણ નહીં કહેવાય. જો તું હા પાડે તો આપણે એને ઘરજમાઈ બનાવી લઈએ.”
પોતાના સ્વામીની એ વાત સાંભળીને સ્ત્રી નારાજ થઈને કહેવા લાગી. શું તમારું માથું તો નથી ફરી ગયું ને? નોકરને જમાઈ બનાવવાની વાત કરો છો? ત્યારે વેપારીએ પોતાની પત્નીને સમજાવી. જો આ સર્વલક્ષણ સંપન્ન બન્ને ઘોડા ચાલ્યા જશે તો આપણને દરેક પ્રકારે નુકશાની થશે. આપણે પણ સેવક બનવાનો વખત આવશે. પરંતુ તેને જમાઈ બનાવી લઈએ તો એ બંને ઘોડા અહીં જ રહેશે અને તે પોતાની કળાથી બીજા ઘોડાઓને પણ ગુણયુક્ત બનાવશે. આ રીતે આપણને દરેક પ્રકારે લાભ થશે. બીજી વાત એ છે– આ અશ્વરક્ષક યુવક સુંદર અને ગુણવાન તો છે જ. વ્યાપારીની પત્ની પોતાના પતિની વાત સાંભળીને સહમત થઈ ગઈ.
અશ્વના સ્વામીએ ઘરમાંથી બહાર આવીને સેવકને કહ્યું– હું તારી બુદ્ધિ પર પ્રસન્ન થઈને મારી દીકરી સાથે તારા લગ્ન કરવા ઈચ્છું છું. સેવકને જોઈતું હતું તે મળી ગયું. વ્યાપારીની કન્યા સાથે તેના લગ્ન થઈ ગયા. વ્યાપારીએ તેને ઘરજમાઈ રાખી લીધો. જેથી શ્રેષ્ઠ ઘોડાઓ પણ રહ્યા અને ચરસેવક પણ રહ્યો. આ ઉદાહરણ વ્યાપારીની વનયિકી બુદ્ધિનું છે. (૯) ગ્રથિ – એક વખત પાટલિપુત્ર નગરમાં મુસંડ નામના રાજા રાજ્ય કરતા હતા. કોઈ એક દિવસે અન્ય રાજાએ તેના રાજ્યમાં ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી. એક સૂતર મોકલ્યું પણ એનો છેડો ન હતો. બીજી એવી લાકડી મોકલી કે જેમાં ગાંઠ ન હતી. ત્રીજો એવો ડબ્બો મોકલ્યો જેમાં ઢાંકણું ન હતું. આ ત્રણે ય ચીજ પર લાખ એવી રીતે લગાડાયેલ હતી કે કોઈને ખબર ન પડે. રાજાએ રાજસભાને ત્રણે ય વસ્તુ દેખાડી પણ કોઈને સમજ ન પડી.
રાજાએ પાદલિપ્ત આચાર્યને સભામાં બોલાવ્યા અને તેને પૂછ્યું- ભગવાનું! આપ આ ત્રણ વસ્તુનું સ્વરૂપ બતાવી આપશો? આચાર્યે કહ્યું – હા. એમ સ્વીકૃતિ આપીને આચાર્યે સભા સમક્ષ ગરમ પાણી મંગાવ્યું તેમાં એમણે સૂતરને ડૂબાડી દીધું તેથી સૂતર પર રહેલી લાખ ઓગળી ગઈ અને સૂતરનો છેડો દેખાવા લાગ્યો. બીજીવાર આચાર્યે ગરમ પાણીમાં લાકડી નાંખી એટલે ગાંઠવાળો ભાગ પાણીમાં ડૂબી ગયો અને તેના પર રહેલ લાખ ઓગળી ગયું. ત્રીજીવાર ગરમ પાણીમાં આચાર્યે ડબ્બો નાંખ્યો એટલે લાખ ઓગળી જતાં ડબ્બાનું ઢાંકણ દેખાવા લાગ્યું. સભાજનોએ એકી અવાજે આચાર્યની પ્રશંસા કરી.
ત્યારબાદ રાજા મુરુડે પાદલિપ્ત આચાર્યને પ્રાર્થના કરી આપ પણ આવી કૌતુકપૂર્ણ વસ્તુ તૈયાર કરો, તેને હું જ્યાંથી આ ત્રણ ચીજ આવી છે તેનાં રાજ્યમાં મોકલી શકે. આચાર્ય એક તુંબડાને બહુ સાવધાનીપૂર્વક કાપ્યું અને તેની અંદર રત્ન ભરીને તેને એવી કળાથી સાંધી લીધું કે કોઈને ખબર જ ન પડે. આચાર્ય આ તુંબડું તૈયાર કરીને રાજાને આપ્યું. રાજાએ બીજા દેશથી આવેલા માણસોને કહ્યું – આ તુંબડાને તોડ્યા વગર તેની અંદરથી રત્ન કાઢવાના છે. આવેલા માણસો પેલા તુંબડાને તેના રાજ્યમાં લઈ ગયા પરંતુ ત્યાંના લોકો તુંબડાને તોડ્યા વગર રત્નને કાઢી ન શક્યા. ફરી તુંબડું તેઓને પાછું મોકલ્યું રાજાએ ફરી સભા ભરીને સભા સમક્ષ આચાર્યની વનયિકી બુદ્ધિના વખાણ કર્યા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org