________________
૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
(૭) ગર્દભ – કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેના મનમાં એક વાત ઠસાઈ ગઈ હતી કે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે. યુવક અધિક પરિશ્રમ કરી શકે છે. એમ વિચારીને તેણે પોતાની સેનાના દરેક અનુભવી તેમજ વૃદ્ધ યોદ્ધાઓને હટાવીને તરુણ યુવકોને પોતાની સેનામાં દાખલ કર્યા.
એકવાર તે રાજા પોતાની જવાન સેનાની સાથે કોઈ એક રાજ્ય પર આક્રમણ કરવા માટે જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ માર્ગ ભૂલી ગયા, એક બિહામણા જંગલમાં ફસાઈ ગયા. ઘણી તપાસ કરી પણ તેમને ક્યાંય રસ્તો મળ્યો નહીં. સૈનિકોને ખૂબ જ તૃષા લાગવાથી જમીન પર આળોટવા લાગ્યાં. પાણી તેમને ક્યાંયથી મળ્યું નહીં. ત્યારે કોઈ એક વ્યક્તિએ રાજાને પ્રાર્થના કરી મહારાજ અમને આ વિપત્તિમાંથી ઉગરવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. કોઈ અનુભવી કે વયોવૃદ્ધ હોય તો આ સંકટમાંથી બચાવી શકે. તેની વાત સાંભળીને રાજાએ એ જ વખતે ઘોષણા કરાવી– આ સૈન્યમાં કોઈ અનુભવી વ્યક્તિ હોય તો તે અમારી સમક્ષ આવીને અમને સલાહ પ્રદાન કરે.
સૌભાગ્યવશ સેનામાં એક વયોવૃદ્ધ યોદ્ધો છૂપાવેશમાં આવ્યો હતો. તેને તેનો પિતૃભક્ત પુત્ર સૈનિક લાવ્યો હતો. તે રાજાની પાસે આવ્યો. રાજાએ તેને પૂછય -મહાનુભાવ!મારી સેનાને જળ પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વૃદ્ધ પુરુષે થોડીકવાર વિચારીને કહ્યું–મહારાજ! ગધેડાને છૂટા કરો. તેઓ જ્યાં પણ ભૂમિને સુંઘે એ ભૂમિમાંથી પાણી નીકળશે. રાજાએ અનુભવીના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાએ ભૂમિને જે જગ્યાએ સુંધી, ત્યાં રાજાએ તરત જ ખોદાવ્યું તો પુષ્કળ પાણી નીકળ્યું. સૈનિકોએ ત્યાં જઈને પાણી પીધું કે તરત જ શરીરમાં ચેતના આવી ગઈ. રાજા અનુભવીની વેનયિકી બુદ્ધિ પર ખુશ થયાં. ત્યાંથી સૈન્યને લઈને રાજા આગળ વધ્યો. (૮) લક્ષણ – એક વ્યાપારીએ પોતાના ઘોડાઓની રક્ષા માટે એક વ્યક્તિને રાખેલ અને તેને કહ્યું– તું મારા ઘોડાની રક્ષા કરીશ તો હું તને તારા વેતનમાં બે ઘોડા આપીશ. પેલાએ કબૂલ કર્યું. પ્રતિદિન તે ઘોડાઓની સાર-સંભાળ લેતો હતો. થોડો સમય વ્યતીત થયા બાદ તેને વ્યાપારીની દીકરી સાથે સ્નેહ સંબંધ જોડાઈ ગયો. સેવક ચતુર હતો તેથી તેણે કન્યાને પૂછી લીધું કે આ બધા ઘોડામાં કયા કયા શ્રેષ્ઠ છે? કન્યાએ કહ્યું– આ બધા ઘોડા ઉત્તમ જાતિના છે, પરંતુ પથ્થરોથી ભરેલ પીઓને વૃક્ષ પરથી નીચે ફેંકવામાં આવે અને તેનો અવાજ સાંભળીને જે ઘોડા ભયભીત ન થાય તે શ્રેષ્ઠ લક્ષણવાન હોય છે. એવા ઘોડા ભાગ્યે જ જોવા મળે છે.
કન્યાના કહેવા મુજબ સેવકે ઉક્ત વિધિ પ્રમાણે દરેક ઘોડાઓની પરીક્ષા કરી તો તેમાંથી બે ઘોડા એવા શ્રેષ્ઠ નીકળ્યાં. સેવકે એ બન્ને ઘોડાની નિશાની યાદ રાખી લીધી.
જ્યારે વેતન લેવાનો સમય આવ્યો ત્યારે સેવકે તે વ્યાપારી પાસે પેલા બે ઘોડાની માંગણી કરી. ઘોડાઓનો માલિક સેવકની વાત સાંભળીને મનમાં મૂંઝાવા લાગ્યો. આ સેવક મારા સર્વ શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઘોડાઓને લઈ જશે. તેણે કહ્યું – ભાઈ આ ઘોડા કરતા બીજા અષ્ટ પુષ્ટ અને અધિક સુંદર ઘોડા છે તે તું લઈ જા. પણ સેવક માન્યો નહીં ત્યારે ગૃહસ્વામીએ અંદર જઈને પોતાની પત્નીને વાત કરી. દેવી! આ સેવક તો બહુ ચતુર
નીકળ્યો. ન જાણે તેને કેવી રીતે આપણા બે પાણીદાર ઘોડાને ઓળખી લીધા! એને Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org