________________
કથાશાસ્ત્ર ઃ નદી સૂત્રની કથાઓ
૨૧૯
તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી.
શિષ્યની વાત સાંભળીને ગુરુજી અત્યંત ખુશ થયાં અને તેની પ્રશંસા કરી કે આ વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરુએ કહ્યું – તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિષે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યગુજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હું તો તમો બન્નેને સદા સાથે બેસીને જ શીખડાવું છું. મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયેન શોભતે વિદ્યા વિનયથી શોભે છે અર્થાત વૃદ્ધિ પામે છે. વિનયાત્ યાતિ પાત્રતામ્ વિનયથી પાત્રતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરુની હિત શિક્ષા સાંભળીને અવિનીત શિષ્ય લજ્જિત થઈને મૌન રહ્યો. આ વનયિકી બુદ્ધિનું ઉદાહરણ વિનીત શિષ્યનું છે. (૨) અત્થસન્ધઃ- અર્થશાસ્ત્ર પર કલ્પક મંત્રીનું ઉદાહરણ છે. ટીકાકારે ફક્ત તેનું નામ જ આપેલ છે. તેથી તેનું વિવરણ ઉપલબ્ધ નથી. (૩) લેખ :– લિપિનું જ્ઞાન પણ વિનયવાન શિષ્યને જ હોય છે. આ પણ વૈનાયિકી બુદ્ધિનું ઉદાહરણ છે પણ તેનું દાંત શાસ્ત્રકારે લખેલ નથી. (૪) ગણિત – ગણિતમાં પ્રવીણતા એ પણ વૈયિકી બુદ્ધિનો ચમત્કાર છે. (૫) કૂપ – એક ભૂવેત્તા પોતાના ગુરુજીની પાસે જમીન સંબંધી અધ્યયન કરતો હતો. તેણે ગુરુજીની પ્રત્યેક આજ્ઞાને તેમજ તેના શિક્ષણને વિનયપૂર્વક સ્વીકાર્યા હતાં. તે પોતાના વિષયમાં પૂર્ણ પારંગત થયો. ત્યારબાદ પોતાની વૈનાયિકી બુદ્ધિ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો હતો.
એક વાર કોઈ ખેડૂતે તેને પૂછ્યું- મારે મારા ખેતરમાં કૂવો બનાવવો છે તો કેટલું ઊંડું ખોદવાથી પાણી નીકળશે? ભૂવેત્તાએ તેનું માપ બતાવ્યું. ખેડૂતે ભૂવેરાના કહેવા મુજબ જમીન ખોદીને કૂવો બનાવ્યો. પરંતુ પાણી નીકળ્યું નહીં. કિસાને ફરી ભૂવેત્તાની પાસે જઈને કહ્યું– આપના નિર્દેશાનુસાર મેં કૂવો ખોદ્યો પણ પાણી નીકળ્યું નહીં. ભૂમિ પરીક્ષકે કૂવાની પાસે જઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારબાદ કિસાનને તેણે કહ્યું- તમે
જ્યાં ખોધું છે તેની બાજુના ભાગમાં તમારી એડીથી પ્રહાર કરો એટલે પાણી નીકળશે. કિસાને એમ કર્યું. એડીનો સ્પર્શ થયો કે તરત જ જાણે ડેમ તૂટે ને પાણી નીકળે એટલું પુષ્કળ પાણી નીકળ્યું. કિસાને ભૂવેત્તાની વૈનાયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને, તેની ખૂબ જ પ્રશંસા કરી અને સારી એવી રકમ તેણે ભવેત્તાને આપી. () અશ્વઃ- એક વાર ઘણા વ્યાપારીઓ દ્વારકા નગરીમાં પોતાના ઘોડા વેચવા માટે ગયા. કેટલાક રાજકુમારોએ મોટા મોટા ભરાવદાર ઘોડાની ખરીદી કરી પરંતુ ઘોડાની પરીક્ષામાં પ્રવીણ એવા વાસુદેવ નામના એક યુવકે દુબળા-પાતળા ઘોડાની ખરીદી કરી.
આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ઘોડાની દોડ હોય ત્યારે વાસુદેવનો જ ઘોડો બધાથી આગળ રહીને પારિતોષિક પ્રાપ્ત કરતો હતો. બાકીના બધા મોટા મોટા અલમસ્તાન ઘોડાઓ પાછળ રહી જતાં હતાં. વાસુદેવે અશ્વ પરીક્ષકની વિદ્યા તેના કલાચાર્ય પાસેથી વિનયપૂર્વક શીખી હતી. વિનયથી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને વિનયથી શીખેલું જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણ તૈનયિકી બુદ્ધિનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org